Rice Recipe - વાસી ભાતના પકોડા

ગુરુવાર, 8 ફેબ્રુઆરી 2018 (09:27 IST)
શુ તમે વાસી ભાત ફેંકી દો છો ?  ઘણા લોકો આવુ કરે છે. કારણ કે તેમને ખબર નથી હોતી કે વધેલા ભાત પણ ખૂબ કમના હોય છે. અહી અમે તમને એક આવી જ ડિશ બતાવી રહ્યા છે જેને તમે રાતના વધેલા ભાત દ્વારા બનાવી શકો છો. સાંજની ચા સાથે વાસી ભાતથી બનેલ સ્નેક્સનો સ્વાદ તમને જરૂર ગમશે. 
સામગ્રી - એક મોટી વાડકી વાસી ભાત, 4 મોટી ચમચી બેસન, 1 ડુંગળી ઝીણી સમારેલી, 2-3 લીલા મરચા ઝીણા સમારેલા, 1 મોટી ચમચી સમારેલા ધાણા, 1 નાની ચમચી ધાણાજીરુ, અડધી ચમચી ગરમ મસાલો, અડધી ચમચી લાલ મરચુ, મીઠુ સ્વાદમુજબ. તળવા માટે તેલ. 
 
બનાવવાની રીત - રાતના બચેલા ભાતને એક મોટા વાડકામાં કાઢી લો.  તેમા બેસન નાખીને સારી રીતે મસળી લો. બેસનને એ રીતે મસળો કે તેમા ગાંઠ ન રહી જાય. હવે બધા મસાલાને આ બાઉલમાં નાખીને મિક્સ કરી લો. તેમા ડુંગળી, ધાણા અને લીલા મરચા પણ નાખીને હાથથી દબાવીને મિક્સ કરી લો. હવે આ મિશ્રણ દ્વારા વેલણના શેપના ગોળ તૈયાર કરી લો.  એક વાસનામાં પાણી ઉકાળો. જ્યારે પાણી ઉકળી જાય ત્યારે તેમા 2-3 ચમચી તેલ નાખી દો.  હવે આ તૈયાર પકોડાને આ પાણીમાં નાખીને થોડી વાર સીઝવા દો. થોડીવાર પછી ઢાંકણ હટાવીને જોશો તો પકોડા ઉપર આવી જશે. 
 
હવે એક બીજી કડાહીમાં તેલ ગરમ કરવા માટે મુકો. તેલ તપી જાય ત્યારે પકોડા પાણીમાંથી કાઢીને સુકાવી લો. જ્યારે પાણી સુકાય જાય ત્યારે તેને ડીપ ફ્રાય કરી લો. ગરમાગરમ પકોડા ચા સાથે સર્વ કરો. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર