રેસીપી - વધેલી દાળના બનાવો ગરમા ગરમ પરાઠા

સોમવાર, 29 જાન્યુઆરી 2018 (17:16 IST)
દાળ બચી જાય તો તેને ફરીથી ખાવાનુ કદાચ જ કોઈનુ મન થતુ હશે. તો આ લેફ્ટઓવર હૂડને વેસ્ટ કરવાને બદલે થોડો એક્સપરિમેંટ કરીને ટેસ્ટી-ડિફરેંટ ડિશેજ બનાવી શકાય છે. 
 
આ વખતે અમે તમારી માટે લઈને આવ્યા છીએ આવી જ કેટલી લેફ્ટ ઓવર ડિશેજની રેસીપી. તેને તમે સહેલાઈથી બનાવી શકો છો અને તમારી બચેલી રસોઈ વેસ્ટ પણ નહી થાય 
 
આ રીતે બનાવો 
 
સૌ પહેલા લોટ બાંધવા માટે ઘઉનાં લોટમાં બચેલી દાળ, જીરુ, મીઠુ, લીલા મરચા, 1 નાનકડી ચમચી તેલ અને લીલા ધાણા પણ નાખી દો. 
.હવે બધી સામગ્રી સારી રીતે મિક્સ કરીને લોટ બાંધી લો.  લોટનો એક નાનકડો લૂઓ તોડી લો અને તેને હાથ વડે ગોળ કરી લો. 
 
ગરમ તવા પર પરાઠો સેકવા માટે મુકો અને પરાઠાને બંને બાજુ તેલ લગાવીને મધ્યમ તાપ પર પલટાવીને બંને બાજુથી  બ્રાઉન થતા સુધી સેકો. 
આ ગરમાગરમ પરાઠાને લીલી ચટણી કે સોસ સાથે સર્વ કરો. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર