ગુજરાતી રેસીપી- સ્વાદિષ્ટ હોવાની સાથે પૌષ્ટિક પણ છે પનીર બેસન ચીલા

ગુરુવાર, 18 જાન્યુઆરી 2018 (13:52 IST)
સામગ્રી- 
1 વાટકી બેસન(ચણાનો લોટ) 
નાની ચમચી કાળી મરી 
સમારેલી ડુંગળી અને પનીર 
સમારેલુ ટમેટા, લીલા મરચા અને કોથમીર 
અજમો 
વિધિ-
બેસનનો ચીલડા બનાવા માટે એક વાટકીમાં બેસન, કાળી મરી, મીઠું, લીલા મરચા, કોથમીર, અજમો મિક્સ કરી પેસ્ટ બનાવી લો. પેસ્ટ પાતળું બનાવો જેને તમે તવી ફેલાવી શકો. પેનમાં ઘી કે તેલ નાખી ચીલડાને સોનેરી થતા સુધી શેકવું. ત્યારબાદ તેમાં સમારેલી ડુંગળી અને પનીર અને ટમેટા ઉપરથી રાખો અને પછી એક વાર શેકવું. લાલ ચટણી સાથે પિરસો. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર