ગુજરાતી રેસીપી - દહીં-નારિયેળની ચટણી

સોમવાર, 15 જાન્યુઆરી 2018 (14:56 IST)
સામગ્રી - 1 વાડકી તાજુ દહીં, અડધી વાડકી છીણેલું તાજુ નારિયળ, થોડા કઢી લીમડાંના પાન, 1 ચમચી સરસિયાની દાળ, 2 સૂકા લાલ મરચાં, 1 ચમચી ખાંડ, 1 મોટી ચમચી તેલ અને મીઠુ સ્વાદ મુજબ. 

વિધિ - નારિયળ અને દહીંને એકસાથે ભેળવીને સારી રીતે ફેંટો. આમા મીઠુ અને ખાંડ ભેળવો. કઢાઈમાં તેલ ગરમ કરી તેમા સુકા મરચા નાખો, થોડા શેકાય કે તેમાં કઢી લીમડો અને સરસિયાની દાળ નાખો. હવે જ્યારે દહીં અને નારિયળનુ મિશ્રણ નાખીને ગેસ બંધ કરી દો. આને તાજી જ સર્વ કરો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર