વેબદુનિયા રેસીપી- કૂકરમાં ઢોકળા બનાવવાની વિધિ

શુક્રવાર, 27 ઑગસ્ટ 2021 (09:04 IST)
કૂકરમાં ઢોકળા બનાવવાની વિધિ 
સામગ્રી : 500 ચણાનો લોટ (બેસન, છીણેલુ નારિયેળ, આદુ મરચાંનુ પેસ્ટ, ચપટી હિંગ, રાઈ, કોથમીર, તેલ, મીઠુ સ્વાદમુજબ, ખાવાનો સોડા અડધી ચમચી (ઈનો ફ્રૂટ સાલ્ટ) 
 
બનાવવાની રીત - સૌ પ્રથમ બેસનને ગાળી લો.   હવે તેમાં આદુ-મરચાનુ પેસ્ટ અને મીઠુ નાખી મિક્સ કરો. આખરે તેમાં તેલ અને સોડા નાખી ખૂબ ફીણો અને આથો આવવા દો. આથો આવ્યા પછી તે ખીરાને તરત જ થાળીમાં તેલ લગાવી ખીરાને પાથરી લો. હવે આ થાળીને કૂકરામાં રાખો અને ઢકાણુ બંદ કરી દો. 
ધ્યાન રાખો કે કૂકરની સીટી નહી લગાવવી. 
મધ્યમ તાપ પર 20-25 મિનિટ સુધી વરાળથી બાફી લો. 10 મિનિટ ઠંડુ થયા પછી તેને ચોરસ કાપી લો. 
એક કઢાઈમાં તેલ તપાવી રાઈ-હિંગ તતડાવો. આ ત તડકામાં એક કપ પાણી અને ખાંડ નાહી એક ઉકળા લઈ તાપ બંદ કરી નાખો. 
તૈયાર તકડકાને ઢોકળા પર નાખો અને સમારેલી કોથમીર અને કોપરાનુ છીણ ભભરાવી ચટણી સાથે સર્વ કરો. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર