મિત્રો હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. આપ સૌ શ્રાવણ મહિનામાં એક ટાણું કરતા હશો.. રોજ એક જેવી ફરાળી વસ્તુ ખાઈને કંટાળી ગયા છો તો ચાલો આજે અમે તમને બતાવી રહ્યા છે એક નવી ફરાળી રેસીપી. જે શ્રાવણ હોય કે નવરાત્રિ દરેક ઉપવાસમાં ઘરના દરેક લોકોને એટલી ભાવશે કે આ કચોરીનુ નામ સાંભળીને જ ઉપવાસ કરવા તૈયાર થઈ જશે. તો ચાલો જાણીએ રેસીપી
રાજગરાનો અને શિંગોડાનો લોટ - 100-100 ગ્રામ
તળવા માટે તેલ
બનાવવાની વિધિ - સૌ પહેલા મોરૈયાને સાફ કરીને તેને 2 કલાક માટે પલાળી મુકો. બે કલાક પછી તેનુ પાણી નિતારી વાટીને તેની પેસ્ટ બનાવી લો. હવે બટાકાને બાફીને તેના છોલટા કાઢીને તેને મસળી લો. એક કઢાઈમાં 2 ચમચી તેલ નાખી ગરમ કરો. તેમા જીરુ અને લીલા મરચા નાખીને સાંતળી લો. હવે તેમા મોરૈયાની પેસ્ટ નાખી ધીમા ગેસ પર શેકો. મોરૈયો શેકાતા જ સુંગંધ આવશે. હવે તેમા બટાકાનુ પેસ્ટ નાખીને તેમા લવિંગ અને કાળામરીનો પાવડર અને મીઠુ સમારેલા ધાણા નાખીને સારી રીતે મિશ્રણ તૈયાર કરો. આ મિશ્રણમાં તમે ઉપવાસમાં ખવાતા મસાલા નાખીને તમારા સ્વાદ મુજબ બનાવી શકો છો. જો તમે મોરૈયો ન લેવા માંગતા હોય તો ફક્ત બટાકાનુ પણ મિશ્રણ બનાવી શકો છો.
આ મિશ્રણ સેકાય કે તેને ઠંડુ થવા દો. મિશ્રણ ઠંડુ થાય કે તેના વડા બનાવીને બાજુ પર મુકો. હવે એક થાળીમાં રાજગરા અને શિંગોડાનો લોટ લઈને તેમા મીઠુ અને ચમચી તેલ નાખી કઠણ લોટ બાંધી લો. આ લોટના નાના નાના લૂઆ બનાવીને તેની પુરી વણો અને તેમા તૈયાર કરેલ મસાલાના વડા મુકી તેને ચારેબાજુથી બંધ કરીને કચોરીનો આકાર આપો. આ રીતે બધી કચોરી બનાવી લો.