હજારો રૂપિયા ખર્ચ કરીને ગરબા રમવા પહોચ્યા ખેલૈયા, પણ ગ્રાઉંડ પર મળ્યુ કિચડ, યૂનાઈટેડ વે ગરબા મહોત્સવમાં લાગ્યા હાય હાય ના નારા - વીડિયો
વડોદરામાં નવરાત્રીના પહેલા દિવસે ગરબા ખેલૈયાને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. શહેરના જુદા જુદા વિસ્તારમાં લાગેલ જામ પછી જ્યારે યૂનાઈટેડ વે ગરબા મહોત્સવના ગ્રાઉંડમાં જ્યારે લોકો પહોચ્યા તો તેમનો સામનો કીચડ સાથે થયો. હજારો રૂપિયા ખર્ચ કરીને ગરબા પાસ મેળવનારા લોકોએ હાય હાયના નારા લગાવ્યા. લોકોએ અતુલ પુરોહિતને દરમિયાનગીરી કરવા કહ્યુ. ત્યારબાદ અતુલ પુરોહિતને બચાવમાં ઉતરવુ પડ્યુ. ગુજરાતમાં નવરાત્રીના પહેલા વરસાદ પડ્યો હતો. જેના કારણે ગરબા આયોજકો માટે ગ્રાઉંડ તૈયાર કરવુ એક પડકાર બન્યો હતો. ગ્રાઉંડ તૈયાર ન થયા પછી એંટ્રી પર લોકોએ નારાજગી વ્યક્ત કરી. આયોજકોએ ખેલૈયાઓનો ગુસ્સો જોઈને કોઈ રીતે વિવાદ શાંત કર્યો. આયોજકોએ એક દિવસનો સમય માંગ્યો અને કહ્યુ કે મંગળવારે વરસાદ ન પડ્યો તો ગ્રાઉંડ ઠીક કરી દઈશુ. આઈએમડીએ વડોદરામાં મંગળવારે પણ વરસાદની ચેતવણી આપતા યેલો એલર્ટ જાહેર કર્યુ છે.
સૌથી પ્રતિષ્ઠિત અને મોટુ આયોજન
ગુજરાતમાં હજારોની સંખ્યામાં ગરબા કાર્યક્રમોનુ આયોજન થાય છે. વડોદરામાં ત્રણ સૌથી મોટા ગરબા કાર્યક્રમ થાય છે. જેમા યૂનાઈટ્દ વે ગરબા મહોત્સવ, લક્ષ્મી વિલાસ પેલેસ અને વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ (VNF) સામેલ છે. યૂનાઈટેડ વે ગરબાના આયોજનમાં છેલ્લા કેટલાક વર્ષોથી સતત ગરબા ખેલૈયાને તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે.
છેલ્લા કેટલાક વર્ષોથી ચાલી રહેલા વિવાદો
યુનાઇટેડ વે ગરબા કાર્યક્રમમાં વિવાદ થયો હોય તેવી આ પહેલી ઘટના નથી.આ પહેલા મેદાનમાં કાંકરા અને પથ્થરોની હાજરી અંગે વિવાદ થયો હતો. છેલ્લા બે સિઝનથી કાદવને લઈને વિવાદો સામે આવી રહ્યા છે. નવરાત્રિના પહેલા દિવસે "હાય-હાય" ના નારા લાગ્યા બાદ, અતુલ પુરોહિત અને સ્થાનિક પોલીસ અધિકારીઓએ મામલો થાળે પાડ્યો. યુનાઇટેડ વે વડોદરા ગરબા ફેસ્ટિવલના મુખ્ય આયોજકો પ્રીતિ પટેલ અને મિનેશ પટેલ છે. યુનાઇટેડ વે ગરબા ફેસ્ટિવલ માટે પ્રવેશ ફી રૂ. 5,600 છે.