ગાંધીનગરમાં ગોરમા વ્રતના જવારા પધરાવવા ગયેલા ડોક્ટર પિતાની બાળકીની સામે કેનાલમાં ડૂબી જવાથી મોત

સોમવાર, 14 જુલાઈ 2025 (14:21 IST)
ગાંધીનગરમાં  ડોક્ટર ડૉ. નિરવ બ્રહ્મભટ્ટ તેમની 4 વર્ષની બાળકી સાથે અડાલજ પાસે આવેલી નર્મદા કેનાલના કિનારે દીકરીએ રાખેલા ગોરમાના વ્રતના જવારા પધરાવવા ગયા હતા  જ્યાં તેમનો પગ લપસતા તેઓ કેનાલમાં ગરકાવ થઈ ગયા હતા. જો કે ઘટનામાં ડૂબી જવાથી ડોક્ટરનું મોત નીપજ્યું હતું

ડૉ. નિરવ બ્રહ્મભટ્ટ તેમની દીકરીના ગૌરી વ્રતના છેલ્લે દિવસે નદીમાં જવારા પધરાવી રહ્યા હતા, દરમિયાન કેનાલ પાસે તેમનો પગ લપસ્યો અને તેઓ નદીમાં ગરકાવ થઈ ગયા હતા.

વ્રતના જવારા પધરાવવા જતા પપ્પા એની બાળકીની સામે કેનાલમાં ડૂબી ગયા.

અડાલજ પાસે આવેલ નર્મદા કેનાલમાં એક બાળકીના પિતા ડૂબ્યા, બાળકીની નજર સામે ડૉ. પિતાનું મોત. #Gujarat pic.twitter.com/m0SoWBc1vz

— Sagar Patoliya (@kathiyawadiii) July 14, 2025

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર