Quick Recipe: 10 મિનિટમાં બની જશે બુંદીનું શાક, જાણો સરળ રીત

ગુરુવાર, 16 મે 2024 (10:53 IST)
સામગ્રી 
1 વાટકી બૂંદી 1 મોટી ડુંગળી ઝીણી સમારેલી 1 મોટું ટામેટા બારીક સમારેલ 1 મોટી ચમચી ઝીણી સમારેલી કોથમીર 1 લીલું મરચું બારીક સમારેલ 1 ચપટી હળદર 1 ચમચી ધાણા પાવડર 1 ચમચી ગરમ મસાલો મીઠું સ્વાદ મુજબ
 
વિધિ
- સૌથી પહેલા તમને એક વાટકી બૂંદીને 10 મિનિટ માટે પાણીમાં પલાળી રાખવી છે 10 મિનિટ પછી તમે તેને ગાળી લો અને હવે પાણી જુદુ મૂકી દો. ધ્યાન રાખો કે તેનાથી વધારે સમય માટે બૂંદીને પાણીમાં ન પલાળવું કારણે તેનાથી બૂંદી વધારે ભીની થઈ જશે. 
- આ પછી ડુંગળી, ટામેટા, કોથમીર, લીલા મરચા વગેરેને બારીક સમારીને બાજુ પર રાખો. જો તમને કેપ્સિકમ અને ગાજર ગમે છે તો તમે તેને પણ બારીક સમારી શકો છો.
હવે તમારે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં હિંગ અને જીરું નાંખવાનું છે. પછી તમે સમારેલા શાકભાજીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરો અને પછી તેમાં મસાલા ઉમેરો.
મસાલાને બરાબર ચડવા દો અને પછી આ મિશ્રણમાં બુંદી ઉમેરો અને ધીમે ધીમે બુંદીને મિશ્રણ સાથે મિક્સ કરો.
આ પછી તેને લીલા ધાણા અને બારીક સમારેલા લીલા મરચાથી ગાર્નિશ કરીને ગરમા-ગરમ રોટલી સાથે સર્વ કરો. તે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર