'હોર્મુઝ ખોલો અને જલ્દી સમજૂતી કરો, નહિ તો બરબાદ કરી દઈશ', ઈરાનને ડોનાલ્ડ ટ્રમ્પે આપી ધમકી

મંગળવાર, 31 માર્ચ 2026 (07:21 IST)
ઈરાન સાથે ચાલી રહેલા લશ્કરી તણાવ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વધુ એક ધમકી આપી છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે જો ઈરાન કરારમાં પાછો નહીં ફરે અને વેપાર માટે હોર્મુઝ સ્ટ્રેટ ખોલશે નહીં, તો તેને ખૂબ જ ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે. ઈરાન વિનાશ ભોગવશે. ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથઆઉટ પરની એક પોસ્ટમાં ઈરાનને આ ધમકી આપી હતી.
 
સોશિયલ મીડિયા પોસ્ટમાં આપી ધમકી
 
છેલ્લા મહિનાથી ચાલી રહેલા યુદ્ધે વિશ્વભરમાં ચિંતા વધારી છે. તે વૈશ્વિક અર્થતંત્ર માટે વિનાશક સાબિત થઈ રહ્યું છે. સમાધાનની કોઈ આશા દેખાતી નથી. આ દરમિયાન, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પોસ્ટમાં ઈરાનને ધમકી આપી છે, જેમાં ઝડપી કરાર અને હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાની હાકલ કરી છે.
 
ટ્રમ્પે શું લખ્યું?
ટ્રમ્પે લખ્યું, "ઈરાનમાં આપણા લશ્કરી કાર્યવાહીનો અંત લાવવા માટે અમેરિકા એક 'નવા અને વધુ સમજદાર' શાસન સાથે ગંભીર વાટાઘાટો કરી રહ્યું છે. નોંધપાત્ર પ્રગતિ થઈ છે, પરંતુ જો કોઈ કારણોસર જલ્દી કોઈ કરાર ન થાય - જોકે તે ખૂબ જ સંભવ છે કે એક થશે - અને જો હોર્મુઝ સ્ટ્રેટ તાત્કાલિક "વેપાર માટે નહિ ખુલે ખુલશે" તો આપણે ઈરાનને બોમ્બમારો કરીને અને તેમના તમામ પાવર પ્લાન્ટ, તેલના કુવાઓ અને ખાર્ગ ટાપુ (અને કદાચ તેમના બધા પાણી શુદ્ધિકરણ પ્લાન્ટ પણ!) સંપૂર્ણપણે નાશ  કરીશું. આપણે જાણીજોઈને હજુ સુધી આને "સ્પર્શ" કર્યો નથી. આ આપણા ઘણા સૈનિકો અને અન્ય લોકોના મૃત્યુનો બદલો હશે, જેમની જૂના શાસનના 47 વર્ષના આતંકના રાજ દરમિયાન ઈરાન દ્વારા નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. આ બાબત પર ધ્યાન આપવા બદલ આભાર."
 
ખાર્ગ ટાપુ પર કંટ્રોલ મેળવી શકે છે અમેરિકા
અગાઉ, એક મુલાકાતમાં, ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે યુએસ દળો સરળતાથી પર્શિયન ગલ્ફમાં ઈરાનના મુખ્ય તેલ ક્ષેત્ર ખાર્ગ ટાપુ પર નિયંત્રણ મેળવી શકે છે. ટ્રમ્પે કહ્યું, "બની શકે કે આપણે ખાર્ગ ટાપુ પર કબજો લઈ શકીએ છીએ, બની શકે કે કદાચ ન પણ  લઈએ. આપણી પાસે ઘણા વિકલ્પો છે." તેમણે ઉમેર્યું, "તેનો અર્થ એ પણ થશે કે આપણે ત્યાં થોડો સમય રહેવું પડશે."
 
જ્યારે ઈરાનના મજબૂત લશ્કરી માળખા વિશે પૂછવામાં આવ્યું ત્યારે ટ્રમ્પે કહ્યું, "મને નથી લાગતું કે તેમની પાસે કોઈ સંરક્ષણ વ્યવસ્થા છે. અમે તેને ખૂબ જ સરળતાથી કબજામાં લઈ શકીએ છીએ."
 
અમેરિકાએ ખાર્ગ ટાપુ પર લશ્કરી થાણાઓને નિશાન બનાવીને હવાઈ હુમલા કર્યો. ઈરાને ધમકી આપી છે કે જો યુએસ દળો તેની ધરતી પર પગ મૂકશે તો તેઓ ગલ્ફ આરબ દેશો પર જમીન પર આક્રમણ કરશે અને નવા હુમલા કરશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર