Nepal Flood- નેપાળમાં પૂરના કારણે ભારે તબાહી, અત્યાર સુધીમાં 112 લોકોના મોત,

રવિવાર, 29 સપ્ટેમ્બર 2024 (12:56 IST)
Nepal Flood- રાજધાની કાઠમંડુ અને આસપાસના વિસ્તારોમાં સૌથી વધુ તબાહી જોવા મળી રહી છે. કાઠમંડુનો મોટાભાગનો ભાગ ડૂબી ગયો છે. સૌથી વધુ જાન-માલનું નુકસાન અહીં જોવા મળ્યું છે. કાઠમંડુએ તેની આસપાસના અન્ય જિલ્લાઓ સાથેનો માર્ગ સંપર્ક ગુમાવ્યો છે.

સતત વરસાદના કારણે કાઠમંડુ સહિત દેશભરના એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યા છે. વરસાદના કારણે વીજ થાંભલા પડી જવાથી વીજ પુરવઠો બંધ છે અને ઈન્ટરનેટ સેવા પણ ખોરવાઈ ગઈ છે.
 
નેપાળમાં છેલ્લા 24 કલાકમાં 323 મીમીના રેકોર્ડ વરસાદને કારણે 100 લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં 100 થી વધુ લોકો ગુમ થયા હોવાના અહેવાલ છે. પૂરના કારણે સેંકડો લોકો ઘાયલ થયા હોવાની માહિતી ગૃહ મંત્રાલય દ્વારા આપવામાં આવી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર