ડાયેટિંગ અને ફાસ્ટિંગ કરવા છતા વધી રહ્યુ છે વજન ? જાણો કારણ

શુક્રવાર, 16 ફેબ્રુઆરી 2024 (00:23 IST)
જ્યારે પણ તમે મેદસ્વિતા અથવા તો વજન ઘટાડા અંગે સાંભળો ત્યારે તમારા મનમાં વિચારો આવે છે બિનઆરોગ્યપ્રદ ખોરાક અને બેઠાડું જીવન. પણ વજન વધવા બાબતે અન્ય પણ એક કારણ છે જે અંગે અત્યાર સુધી લગભગ લોકો અજાણ હોય છે.
 
જો આપણે આરોગ્યપ્રદ ખોરાક જ ખાતા હોઈએ અને સ્વસ્થ જીવન જ જીવતા હોઈએ તેમ છતાં પણ આપણું શરીર અન્ય કારણસર વધી શકે છે. તાજેતરમાં જ એ સામે આવ્યું છે કે વાતાવરણમાં રહેલા કેટલાક ઘટકો વ્યક્તિના વજન વધારવામાં અને મેદસ્વીપણું વધારવા માટે ભાગ ભજવી શકે છે.
 
આ કેમિકલ ઘટકોને 'ઓબ્સોજેન્સ' કહેવામાં આવે છે.
 
મંદ પાચનક્રિયાથી અથવા તો પ્રદૂષિત વાતાવરણમાં શ્વાસ લેવાથી આપણી ચરબીનો જથ્થો વધી શકે છે.
 
અત્યાર સુધીમાં આવા 50 કેમિકલ સંયોજકોની ઓળખ કરવામાં આવી છે જેને 'ઓબ્સોજેન્સ' અથવા 'પોટેન્શિયલ ઓબ્સોજેન્સ' કહે છે.
 
બિસ્ફેનોલ એ, પોલિક્લોરિનેટેડ બાયફેનિલ્સ, પોલીબ્રોમિનેટેડ ડિફેનાઇલ ઇથર્સ, પરફ્લુરો આલ્કીલેટેડ પદાર્થો, પેરાબેન્સ, એક્રેલામાઇડ, આલ્કિલફેનોલ્સ, ડિબ્યુટિલ્ટિન કેડમિયમ અને આર્સેનિક જેવી ધાતુઓની વજન વધારવા જેવા ઘટકો તરીકે ઓળખ કરાઈ છે.
 
ચોંકાવનારી બાબત એ છે કે આ બધા જ કેમિકલના ઘટકો આપણે જે વસ્તુઓનો રોજિંદા જીવનમાં ઉપયોગ કરીએ છીએ, જેમ કે ડિટર્જન્ટ પાઉડર, ખાદ્યપદાર્થો, પ્લાસ્ટિક કન્ટેનર્સ, કપડાં અને કૉસ્મેટિકસની વસ્તુઓમાંથી મળી આવે છે.
 
આ ઘટકો વજન કેવી રીતે વધારે છે?
 
જોકે, આ ઘટકો પોતે મેદસ્વિતા નથી વધારતા પણ તેઓ અલગ રીતે વજન વધારવા માટે કારણભૂત બની શકે છે.
 
દાખલા તરીકે, તે એડિપોસાઇટ્સ નામના ચરબીના કોષોને ઉત્તેજિત કરે છે. બીજા શબ્દોમાં કહીએ તો તેઓ ચરબીના સંચય માટે જવાબદાર કોષોના કદમાં અને તેની સંખ્યામાં વધારો કરે છે.
 
વ્હાઇટ એડિપોસ ટિસ્યૂમાં વધારો (ચરબીમાં) વ્યક્તિના શરીરના વિકાસને લગતા રોગોનો આમંત્રણ આપી શકે છે. જે શરીરના વિવિધ ઓર્ગન ખાસ કરીને લિવરમાં ગ્લુકોઝ, ઍસિડ અને ચરબીનો સંગ્રહ કરી શકે છે.
 
તેવી જ રીતે એ પણ જાણવા મળ્યું છે કે આ ઓપિયોઇડ્સ સાથેની ક્રિયાપ્રતિક્રિયા હોર્મોન્સના કાર્યમાં પણ ફેરફાર કરે છે, જે સેક્સ અથવા થાઈરોડની શ્રેણીના હોર્મોન્સ છે.
 
વધુમાં આ કેમિકલ આંતરડાના માઇક્રોબાયોડેટાને અસર કરે છે.
 
આ અબજો બૅક્ટેરિયા હોય છે જે કોલિફોર્મ્સ નામના લિપિડ્સના શોષણને નિયંત્રિત કરે છે. જેમાં ઘટાડો એ ટાઇપ-2 ડાયાબિટીસ અથવા મેદસ્વીપણું જેવી પાચનને લગતી બીમારીઓને આમંત્રણ આપે છે.
 
લિપિડના શોષણને નિયંત્રિત કરતાં કાર્યને કોલિફોર્મ્સ કહે છે.
 
કેવી રીતે વધી જાય છે જોખમ?
 
આ વાત એ બાબત પર નિર્ભર કરે છે કે આપણે ઓબ્સોજેન્સના સંપર્કમાં ક્યારે આવીએ છીએ.
 
જીવનનો પ્રારંભિક સમય સૌથી સંવેદનશીલ તબક્કો છે. ગર્ભમાં અથવા તો નાનપણના સમયમાં જ્યારે વ્યક્તિનો વિકાસ સૌથી ઝડપી અને સંકલિત હોય છે ત્યારે ઓબ્સોજેન્સ સાથે સંપર્કમાં આવવું અને તેની અસર થવી એ જીવન પર લાંબા સમય સુધી અસર કરે છે.
 
પ્રારંભિક વિકાસ દરમિયાન જો વ્યક્તિ આ વાતાવરણના સંપર્કમાં આવે તો તેના કારણે શારીરિક ફેરફારો થઈ શકે છે અને વ્યક્તિ જીવનભરના વિકાસને લગતા રોગોને લઈને જોખમમાં મુકાઈ શકે છે.
 
ઉપર દર્શાવેલાં કારણો સીધી રીતે શરીરમાં ન હોય તો પણ તેની અસર રહી શકે છે
 
શું તેવા જેવા જ પરિવર્તનના કારણે મેદસ્વી થવાય?
 
શરીરના વિકાસના મહત્ત્વના સમય દરમિયાન જો વ્યક્તિ ઉપર દર્શાવેલા પદાર્થોના સંપર્કમાં આવે તો તે આનુવંશિક ફેરફારોનું પણ કારણ બની શકે છે, જેને એપિજેનેટિક ફેરફારો કહેવાય છે. આ એ ફેરફારો છે જે આનુવંશિક કારણોથી નથી થયા હોતા.
 
શરીરના કોષોમાં રહેલા જીન નામના તત્ત્વ જે રીતે લક્ષણો દર્શાવે છે તે અનુસાર તેમાં ફેરફાર થઈ શકે છે. જે કોષોનાં કાર્યોમાં પણ ફેરફાર કરી શકે છે. તેમજ મેદસ્વિતાના જોખમને અને અન્ય પાચનને લગતા રોગોનું જોખમ વધારી શકે છે.
 
બસ આટલી જ વાતથી સમસ્યાનો અંત નથી આવી જતો.
 
પ્રાણીઓમાં થયેલાં સંશોધનનોમાંથી જાણવા મળ્યું છે કે આ ફેરફારો આગામી પેઢીઓમાં પણ આવી શકે છે.
 
તેથી આ ફેરફારો વારસાગત ફેરફારો પણ બની શકે છે.
 
આ ફેરફારોથી કેવી રીતે બચી શકાય?
ઓબ્સોજેન્સથી સુરક્ષિત કેવી રીતે રહી શકાય?
 
જેમ અગાઉ દર્શાવ્યું તેમ ઓબ્સોજેન્સ એ આપણા રોજિંદા જીવનમાં વણાઈ ગયેલું છે. આપણે કેટલીક રીતે તેનાથી આપણી જાતને અલગ રાખી શકીએ છીએ.
 
બીડી સિગારેટ ન પીવી
પૅકિંગ ફૂડ અને સોફ્ટ ડ્રિક્સના ઉપયોગને ઓછો કરવો
પ્લાસ્ટિક, કૉસ્મેટિક અને લોશનનો ઉપયોગ ઓછો કરવો
જંતુનાશકોના વપરાશવાળી વસ્તુઓના સેવનમાં ઘટાડો કરવો
શક્ય હોય એટલી વસ્તુનો રિસાયકલ કરીને ઊપયોગ કરવો
મહત્ત્વનું છે કે પબ્લિક હેલ્થ ઑથૉરિટીએ આવા પદાર્થોના મર્યાદિત ઉપયોગને લઈને એક પૉલિસી બનાવવી જોઈએ. સ્વાસ્થ્યને લઈને હાલની સામાજિક અસમાનતાઓ પર પણ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
વધુમાં ઓબ્સોજેન્સ ઉપર વધુ સંશોધન ચાલુ રાખવું જોઈએ.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર