લાંબુ જીવવા માંગો છો તો બેસો ઓછુ પણ ચાલો ફરો વધુ. .

બુધવાર, 18 સપ્ટેમ્બર 2019 (14:24 IST)
બ્રિટિશ મેડિકલ જર્નલમાં છપાયેલ એક નવી સ્ટડી મુજબ એક દિવસ સાઢા નવ કલાકથી વધુ બેસવુ મોતના ખતરાને વધારે છે. ફિઝિકલ એક્ટિવિટીને લાંબી વય સાથે જોડીને પહેલા પણ અનેકવાર જોવામાં આવ્યા છે પણ આ રિસર્ચમાં તેની ઈંટેસિટીને જોવામાં આવી. 
 
તેમા હળવી એક્ટીવિટી જેવી કે ફરવુ, જમવાનુ બનાવવુ, વાસણ ધોવા, બ્રિસ્ક વૉક, ક્લીનિંગ જોગિંગ, ભારે સામાન ઉઠાવવો  જેવી ઈંટેસ એક્ટિવિટીઝની તુલના કરવામાં આવી. 
 
જ્યારે વાત એક્સસાઈઝની આવે છે તો તેમા વોકિંગ સૌથી સારી અને સહેલી એક્સસાઈઝ છે. વોકિંગ એટલે ચાલવુ. એક તો આ ફ્રી છે આ માટે તમારે કોઈ પ્રકારનો સામાન કે પાર્ટનરની જરૂર નહી હોય અને તેને તમે દિવસ કે રાત કોઈપણ સમય કરી શકો છો. અનેક સ્ટડીઝમાં આ વાત સાબિત પણ થઈ ચુકી છે કે વૉક કરવી આરોગ્ય માટે અનેક રીતે લાભકારી છે.. 
જો તમે હેલ્ધી રહેવા માંગો છો તો અઠવાડિયામાં 5 દિવસ અને દરરોજ 45 મિનિટની વૉક જરૂર કરો. વૉક કરવાથી કેંસર, હાર્ટ ડિસીઝ અને ડાયાબિટીસ જેવી બીમારીઓનો ખતરો અનેકગણો વધી જાય છે. સાથે જ વૉક કરવાથી તમને ઉંઘ પણ સારી આવે છે.  જો કે સૂવાના ઠીક પહેલા ખૂબ વધુ વોક કરવુ યોગ્ય નથી માનવામાં આવતુ. 
 
વૉકિંગ બીપી કંટ્રોલમાં મુકવામાં પણ મદદ કરે છે. વૉક કરવાથી તમારુ વજન કંટ્રોલમાં રહેવા ઉપરાંત હાઈ બ્લડ પ્રેશરને ઓછુ કરવામાં મદદ પણ મળે છે.  વૉક કરવાથી તમારી એનર્જી લેવલ સારુ બને છે.  તમે એક્ટિવ બન્યો રહે છે અને લાંબા સમયમાં તમને જલ્દી થાકનો અનુભવ નથી થતો. 
 
અનેક સ્ટડીઝમાં આ વાત પણ સામે આવી છે કે આપણે દરરોજ દિવસમાં ઓછામાં ઓછા 10 હજાર પગલા જરૂર ચાલવુ જોઈએ અને તમે ચાહો તો અનેક એપ્સ પણ છે જે તમારા આ પગલાનો રેકોર્ડ રાખવામાં તમારી મદદ કરી શકે ક હ્હે. જો કે દુનિયાભારના લોકોનો દરરોજ ચાલવાની સરેરાશ ફક્ત 5 હજાર પગલા જ છે. 
 
આ માટે હાર્વર્ડ યુનિવર્સિટીમાં એક રિસર્ચ પણ થયુ હતુ. જેમા આ વાત સામે આવી કે દરરોજ દિવસમાં 2 હજાર પગલા એકસ્ટ્રા ચાલવાથી દિલ સાથે જોડાયેલ બીમારીઓનો ખતરો 10 ટકા ઓછો થઈ જાય છે.  અને ડૅઅયાબિટીસનો ખતરો 5.5 ટકા સુધી ઓછો થઈ જાય છે. સાથે જ રોજ દિવસમાં 1 હજાર પગલા એકસ્ટ્રા ચાલવાથી મોતનો ખતર ઓ પણ 6 ટકા ઘટી જાય છે. 
 
જાપાનના લોકો દુનિયામાં સૌથી વધુ એક્ટિવ માનવામાં આવે છે. કારણ કે તેઓ રોજ 10 હજાર 241 પગલા ચાલે છે. આવામં જો તમે રોજ 10 હજાર પગલા ન ચાલી શકો તો કમ સે કમ 7 હજાર 500 પગલા જરૂર ચાલો. કારણ કે ચાલવુ તમારા આરોગ્ય માટે ખૂબ જરૂરી છે. 
 
મોતનો ખતરો જેમા સૌથી ઓછો જોવા મળ્યો તે સૌથી વધુ અને સૌથી ઓછા એક્ટિવ લોકો વચ્ચેના લોકો હતા.  શોઘકર્તાઓનુ કહેવુ છે કે પબ્લિક હેલ્થ મેસેજ સાધારણ શબ્દોમાં એટલો હોવો જોઈએ.. ઓછુ બેસો અને વધુમાં વધુ ચાલો ફરો.. 
 
તેથી કહેવામાં આવે છે કે તમે કેટલી ઝડપથી ફિઝિકલ એક્ટિવિટી કરો છો. તેનાથી ફરક નથી પડતો. જરૂરી નથી કે તમે એક દિવસમા બે વાર જીમ જાવ. કોઈપણ પ્રકારની ફિઝિકલ એક્ટિવિટી તમારી વય વધારી શકે છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર