National Working Parents Day - સ્માર્ટ અને હેલ્ધી રહેવા માટે વર્કિંગ વુમનનો ખોરાક
આજકાલ મહિલાઓ પુરુષો સાથે ખભે ખભો મિલાવીને ચાલી રહી છે. મહિલાઓ ઘરની સાથેસાથે અને બહાર કામ કરતી થઇ ગઇ છે જેના કારણે તેની પાસે પોતાની જાત માટે સમય નથી બચતો. આખા ઘરને સંભાળનારી મહિલા પોતે પોતાના સ્વાસ્થ્યની જ સંભાળ નથી રાખી શકતી. તે યોગ્ય સમયે ખાઇ નથી શકતી અને ઊંઘી પણ નથી શકતી. જ્યારે એ બહુ જરૂરી છે કે કામકાજી મહિલાઓનું ખાનપાન સામાન્ય મહિલાઓની સરખામણીએ વધુ ન્યુટ્રીશિયસ અને સ્વાસ્થ્યવર્ધક હોય.
તેના ભોજનમાં વિટામિન, ઝિંક, પ્રોટીન અને કેલ્શિયમની ભરપુર માત્રા હોવી જોઇએ. એક વર્કિંગ વૂમનનો નાસ્તો સંપૂર્ણ ન્યુટ્રીશિયસ હોવો જોઇએ કારણ કે તેને વધુ ઊર્જાની જરૂર હોય છે. આના માટે તેણે પોતાનું ડાયટ ચાર્ટ બનાવવું જોઇએ અને એ જ હિસાબે ડાયટ લેવું જોઇએ.
કામકાજી મહિલાઓએ સવારનો નાસ્તો અચૂક કરવો જોઇએ જેમાં ઊર્જાવર્ધક વસ્તુઓ હોવી બહુ જરૂરી છે. આ માટે તેઓ દૂધ, દાળિયા, કોર્નફ્લેક્સ, ફળ, પૌઆ, ઉપમા, બ્રેડ, માખણ જેવી વસ્તુઓનો પ્રયોગ કરી શકે છે. તળેલી વસ્તુઓ સવારના નાસ્તામાં ન લેવી. જો મહિલાઓને નાસ્તો બનાવવાનો સમય નથી મળતો તો તેઓએ ફળ અને દૂધનું સેવન કરવું જેથી તેમની ઊર્જામાં કોઇ ઉણપ ન સર્જાય. બની શકે તો ડ્રાય ફ્રુટ્સનો ઉપયોગ નાસ્તામાં પણ કરી શકાય છે.
કામકાજી મહિલાઓએ પોતાનું લન્ચ, બ્રેકફાસ્ટના લગભગ 4-5 કલાક બાદ કરી લેવું. પ્રયાસ કરો કે લન્ચમાં લીલા શાકભાજી અને દાળ લેવામાં આવે. સાથે રોટલી, દહીં હોય તે સ્વાસ્થ્ય માટે ગુણકારી રહેશે. જે સ્ત્રીઓ ઈંડા ખાય છે તેઓ લીલા શાકભાજી અને દાળની જગ્યાએ ઈંડાનો પ્રયોગ કરી શકે છે.
શાકાહારી મહિલાઓએ અઠવાડિયામાં એકવાર પનીર અચૂક ખાવું. બની શકે તો લન્ચમાં સલાડનો પ્રયોગ કરો. રાતનું ભોજન હળવું હોવું જોઇએ. રાતે ક્યારેય ખાધા વગર ઊંઘવું નહીં. આનાથી મહિલાઓના શરીર પર ખરાબ પ્રભાવ પડે છે. પ્રયાસ કરો કે રાતનું ભોજન ખાધાના અડધા કલાક પહેલા શાકભાજીનો સૂપ પીવામાં આવે જેનાથી શરીરને ઊર્જા મળે છે અને ભૂખ પણ લાગે છે.