મોદીનુ ગુજરાત પરત ફરવુ નક્કી છે - કમલનાથ

શુક્રવાર, 10 મે 2019 (12:43 IST)
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે ગુરૂવારે કહ્યુ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજીવ ગાંધી પર જે આરોપ લગાવી રહ્યા છે તે  ખૂબ ખરાબ છે. મુખ્યમંત્રી એ કહ્યુ કે  તેની વાત કરવાની રીત દર્શાવે છેકે તે ખૂબ ચિડાયેલા છે અને એવુ અનુભવ કરવા લાગ્યા છે કે તેમનો ગુજરાત પરત જવાનો સમય આવી ગયો છે. 
 
કમલનાથે કહ્યુ, દુખદ વાત છે કે મોદી પોતાની હૈસિયત ભૂલી ગયા છે. તે જે આરોપ લગાવી રહ્યા છે તે ખૂબ જ હલકી કક્ષાનો છે. તે યુવાઓ, ખેડૂતો, વેપારીઓ વિશે બોલવાને બ અદલે લોકોનુ ધ્યાન ભટકાવવાની કોશિશ કરી રહ્યા છે. તે લોકોને ગુમરાહ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છેકે મોદીએ શનિવારે ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાં કહ્યુ હતુ,  તમારા (રાહુલ ગાંધીના) પિતાને તેમના દરબારી મિસ્ટર ક્લીન કહેતા હતા. પણ તેમનો અંત ભ્રષ્ટાચારી નંબર-1ના રૂપમાં થયો. મોદીનો ઈશારો કથિત રૂપે બોફોર્સ કૌભાંડ તરફ હતો.  જેમા રાજીવ ગાંધી ફંસાયા હતા. રાજીવ ગાંધીની 1991માં ચેન્નઈના નિકટ શ્રીપેરુમ્બદૂર હત્યા કરવામાં આવી હતી. 
 
મોદીના ભાગ્ય વિશે પૂછતા કમલનાથે કહ્યુ, એક વાત બિલકુલ સ્પષ્ટ છે. મોદી પોતાના ઘરે (ગુજરાત) પરત જઈ રહ્યા છે. તેમની ઘર વાપસી નક્કી છે. મોદીના આ કહેવા પર ત્રીજા અને ચોથા ચરણના મતદાન પછી જ વિપક્ષ ચૂંટણી હારી ગયુ છે.  જેના પર કમલનાથે કહ્યુ, તેઓ બીજુ શુ કહેશે ? તેઓ એવુ તો નહી કહે કે તેઓ જમીન ગુમાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે  મધ્યપ્રદેશમાં ચાર ચરણોમાં લોકસભા ચૂંટણી થઈ રહી છે. પહેલા બે ચરણ હેઠળ 29 મે ના રોજ મતદાન થઈ ચુક્યુ છે. ત્રીજા ચરણમાં 12 મે અને ચોથા ચરણમાં 19 મે ના રોજ મતદાન થવાનુ છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર