Health Tips : લીલી બદામ Weight Lossમાં કરશે મદદ, આ 5 ફાયદા પણ જાણો
શુક્રવાર, 9 ઑગસ્ટ 2019 (12:01 IST)
લીલા બદામ નટ્સ હોય છે. જે પોષક તત્વોથી ભરપૂર હોય છે. સૂકા બદામની તુલનામાં તેમા અનેક પોષક તત્વ વધુ હોય છે. આવો જાણીએ શુ શુ છે તેના ફાયદા.
- લીલા બદામ સ્વાસ્થ્ય માટે સારા હોય છે કારણ કે તે એંટીઓક્સિડેંટથી ભરપૂર હોય છે અને શરીરના ઝેરીલા પદાર્થોને બહાર કાઢી શકે છે. આ રોગ પ્રતિરોધક ક્ષમતા વધારે છે.
- આ બદામ પેટ માટે સારા હોય છે. કારણ કે તેમા ઘણા વધુ ફાઈબર હોય છે. જે પાચન પ્રાક્રિયાને સુચારુ બનાવે છે અને કબજિયાતથી મુક્તિ અપાવે છે.
- આ વાળ માટે પણ લાભકારી છે. કારણ કે તેમા વિટામિન, ખનિજ અને બીજા અનેક પોષક તત્વ હોય છે.
-લીલા બદામ ફોલિક એસિડનુ સારુ સ્ત્રોત છે. જે ભ્રૂણના મસ્તિષ્ક અને ન્યુરોલોજિકલ વિકાસમાં મદદ કરે છે. તેમા રહેલ વિટામિન ઈ બાળકોને અસ્થમાના જોખમથી બચાવે છે.
આ રાખો સાવધાની
- સૂકા બદામના કરતા લીલા બદામમાં પાણીની માત્રા વધુ હોય છે અને ફાઈબર પણ વધુ હોય છે. તેથી ગરમીની ઋતુમાં સૂકા બદામના મુકાબલે લીલા બદામ વધુ ખાઈ શકાય છે.
- લીલા બદામમાં પાણી અને ફાઈબરની માત્રા ભરપૂર હોવાને કારણે આ ગરમીની ઋતુમાં પાચનમાં પણ વધુ મદદ કરે છે. આમ તો લીલા બદામને ખાવાની માત્રા ડાયેટ પર આધારિત છે. પણ સામાન્ય રીતે આઠથી દસ બદામ એક દિવસમાં ખાઈ શકાય છે.
- લીલા બદામમાં પોટેશિયમ વધુ હોય છે. તેથી જેમને કિડની સાથે જોડાયેલ પરેશનઈ હોય તેમણે ડોક્ટરની સલાહ પછી જ તેનુ સેવન કરવુ જોઈએ.
- આમ તો લીલા બદામના છાલટા ખાઈ શકાય છે. પણ તેને કોઈ આ રીતે ન ખાવા માંગતુ હોય તો તેને ઑલિવ ઓયલ સાથે પણ ખાઈ શકાય છે.