ગૂગલની ભૂલથી એડ્રોયડ મોબાઈલમાં આવ્યો UIDAIનો હેલ્પલાઈન નંબર, માંગી માફી

શનિવાર, 4 ઑગસ્ટ 2018 (14:38 IST)
ઓપરેટિંગ સિસ્ટમવાળા મોબાઈલ ફોનમાં યૂનીક આઈડેંટિફિકેશન અથોરિટી ઑફ ઈંડિયા  (UIDAI)નુ કથિત હેલ્પલાઈન નંબર પાછળ સર્ચ એંજિન ગૂગલનો હાથ છે. ગૂગલે અજાણતા થયેલા ભૂલ માટે માફી માંગી છે. છેલ્લા બે દિવસથી સોશિયલ મીડિયા આ સવાલથી ગરમાયુ હતુ કે છેવટે એંડ્રોયડ ઓપરેટિંગ સિસ્ટમવાળા મોબાઈલ ફોનમાં UIDAIનો કથિત હેલ્પલાઈન નંબર કહેવામાં આવ્યુ છે.   UIDAIએ શુક્રવારે દિવસમાં જ સ્પષ્ટ કરી દેવામાં આવ્યુ હતુ કે આ મામલા સાથે તેની કોઈ લેવડ દેવડ નથી નએ તેને આ વિશે ટેલિકોમ ઓપરેટર્સને કોઈ દિશા નિર્દેશ નથી આપવામાં આવ્યુ. મોડી રાત્રે એડ્રોયડની પરેંટ કંપની ગૂગલના સ્પષ્ટીકરણથી આખા મામલા પરથી પડદો ઉઠ્યો. 
 
આ અંગે ગૂગલે શુક્રવારે નિવેદન આપ્યું હતું કે તેમણે એન્ડ્રોઇડ ફોન બનાવતી કંપનીઓને આપવામાં આવતા શરૂઆતના સેટઅપમાં આ નંબર નાખ્યો હતો. આ જ કારણે આ નંબર અનેક યુઝર્સના મોબાઇલ ફોનમાં ટ્રાન્સફર થઈ ગયો હતો. ગૂગલે જણાવ્યું છે કે તે થોડા દિવસોમાં આ સમસ્યાનો ઉકેલ લાવી દેશે.
 
 
ગૂગલે સ્પષ્ટતા કરી છે કે ફોનબુકમાં જે નંબર સેવ થઈ રહ્યો છે તેના પાછળ કોઈ ઓથોરિટી જવાબદાર નથી, પરંતુ સોફ્ટવેરની સમસ્યાને કારણે આવું થઈ રહ્યું છે. ગૂગલ તરફથી 2014ના વર્ષમાં એન્ડ્રોઇડ સ્માર્ટફોન બનાવતી કંપનીઓને આપવામાં આવતા સેટઅપ પોગ્રામમાં આ નંબર ઉમેરવામાં આવ્યો હતો.
 
 
ગૂગલ તરફથી કહેવામાં આવ્યું હતું કે, અમને તપાસ બાદ માલુમ પડ્યું છે કે 2014ના વર્ષમાં ભારતમાં સ્માર્ટફોન બનાવતી કંપનીઓને આપવામાં આવેલા સેટઅપમાં આ નંબર ઉમેરવામાં આવ્યો હતો. આ નંબર ત્યારથી જ એન્ડ્રોઇડ ફોનમાં છે. આ નંબર યુઝર્સના કોન્ટેક્ટ લિસ્ટમાં સેવ હોવાથી તે નવા ડિવાઇસના કોન્ટેક્ટ લિસ્ટમાં પણ આપમેળે જ ટ્રાન્સફર થઈ જાય છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર