ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરમાં કંઈક એવુ થયુ જેને દરેકે હેરાન કરી નાખ્યા. પત્ની પતિથી એટલી નારાજ થઈ ગઈ કે તેણે તેનુ પ્રાઈવેટ પાર્ટ જ કાપી નાખ્યુ. તેની પાછળનુ કારણ જાણીને હેરાન થઈ જશો. તેણે આવુ એ માટે કર્યુ કારણ કે તેનો પતિ બીજી પત્ની સાથે વધુ સમય વિતાવતો હતો. આ દુર્ઘટના મુજફ્ફરનગરના મિમલાના વિસ્તારમાં 1 ઓગસ્ટ મતલબ ગઈકાલે થઈ.
વ્યક્તિને ગંભીર હાલતમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. કોતવાલી પોલીસ સ્ટેશન હાઉસ ઓફિસર અનિલ કપેરવાને જણાવ્યુ કે વ્યક્તિને પ્રથમ પત્નીથી કોઈ સંતાન ન હોવાથી તેણે બીજા લગ્ન કર્યા હતા. આ નિર્ણયમાં પહેલી પત્નીની મંજૂરી હતી. બીજી પત્નીએ તાજેતરમાં એક બાળકને જન્મ આપ્યો છે. જેનાથી પરિવારમાં ઘણી ખુશીઓ હતી. એવુ કહેવાય રહ્યુ છે કે તેનો પતિ ઘણા સમયથી બીજી પત્નીના ઘરે જ રહી રહ્યો હતો. જેને કારણે પહેલી પત્ની ખૂબ નારાજ હતી. જ્યારબાદ તેણે આ ઘટનાને અંજામ આપ્યો.