ગુજરાતમાં ક્યા સ્થાનો પર વીજળી થશે સસ્તી અને ક્યા થશે મોંધી જાણો...

ગુરુવાર, 2 ઑગસ્ટ 2018 (11:25 IST)
ગુજરાત રાજ્યમાં ઉર્જા-વીજ સેવા આપતી કંપની હવે પોતાના ચાર્જમાં વધારો કરવા જઇ રહી છે. ગુજરાતની અગ્રણી વીજ કંપની ટૉરેન્ટ પાવર લિમીટેડ હવે પોતાના ગ્રાહકો પાસેથી વધુ ચાર્જ વસુલશે. ઉલ્લેખનીય છે કે ટૉરેન્ટ પાવરના દ્વારા ગુજરાતમાં જે શહેરોમાં વીજ સેવા આપવામાં આવી રહી છે તે અમદાવાદ, સુરત અને ગાંધીનગર છે. આ શહેરોમાં વીજ ગ્રાહકોને જુલાઇથી સપ્ટેમ્બર સુધીના ગાળા માટેના બિલમાં ફ્યૂઅલ ચાર્જ પેટે પ્રતિ યૂનિટ 10 પૈસા વધુ ચૂકવવા પડશે.  આ વીજદર વધારો હવે જુલાઇથી સપ્ટેમ્બર સુધીના ત્રણ મહિનાના બિલમાં યૂનિટ દીઠ 23 પૈસાનો વધારો આવી શકે છે. આ વધેલા ચાર્જને લઇને અમદાવાદ અને સુરતના 30 લાખ જેટલા ગ્રાહકોને આ નિર્ણયથી અસર થશે અને વીજ બિલમાં દર મહિને રૂપિયા 25નો વધારો થવાની શક્યતા છે.
 
બીજી બાજુ સરકારી સંસ્થા જીયુવીએનએલ પોતાના ગ્રાહકોને ફાયદો આપી રહી છે.   ગુજરાત ઉર્જા વિકાસ નિગમના ગ્રાહકોને ફ્યૂઅલ ચાર્જ ઓછો ભરવો પડશે. જીયુવીએનએલ દ્વારા તેના ફ્યૂઅલ ચાર્જમાં યૂનિટ દીઠ બે પૈસાનો ઘટાડો કરાતાં રાજ્યના સવા કરોડ વીજ ગ્રાહકોને રાહત થઇ શકે છે. અમદાવાદ, સુરત અને ગાંધીનગરને બાદ કરતાં તમામ શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં આ સંસ્થા પોતાની ઉર્જા પ્રૉવાઇડ કરે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર