વાસ્તવમાં માતા અને માતૃભૂમિના મોહથી મનુષ્ય મૃત્યુ સુધી મુક્ત નથી થતો. આ બંનેના એટલા ઉપકાર હોય છે કે માનવ તેમાંથી આજીવન ઋણમુક્ત નથી થઈ શકતો. માતૃભૂમીના સન્માનની રક્ષા માટે તે પોતાનુ બલિદાન આપવામાં પરમ આનંદ અનુભવે છે. દેશહિત માટે પોતાનુ સર્વસ્ત્ર બલિદાન કરવામાં જે સુખ શાંતિ મળે છે તેનુ મૂલ્ય કોઈ સાચો દેશ ભક્ત જ સમજી શકે છે.
ભારતના આગળ ધપતા ડગ...પ્રગતિના પથ પર અગ્રેસર ભારત
ભારત નિરંતર પ્રગતિના પથ પર વિકસિત થતુ જઈ રહ્યુ છે. આઝાદ ભારતે પોતાની એક લાંબી યાત્રા પૂરી કરી લીધી છે. હવે તેની યોજનાઓનો ઉકેલ શરૂ થઈ ગયો છે. પોતાની સફળતાઓને આપણે મોટાભાગે ઓછી જ આંકીએ છીએ. ગર્વની અનુભૂતિમાં એ તાકત છે જે દેશના લોકોમાં આશાઓની કિરણનો નવો સંચાર કરીને તેમને સામાન્યથી અસામાન્ય ઉંચાઈઓ સુધી પહોંચાડીએ દે છે.