Jio BP Launches New Diesel - માર્કેટ કરતા ઓછી કિમંતમાં મળશે આ ડિઝલ, દરેક ટ્રક પર બચશે વાર્ષિક 1.1 લાખ રૂપિયા

મંગળવાર, 16 મે 2023 (16:30 IST)
Jio BP Launches New Diesel  જિયો-બીપીએ એક્ટિવ ટેકનોલોજીવાળુ એક નવુ ડીઝલ માર્કેટમાં લોંચ કર્યુ છે. આ ડીઝલ દેશભરના જિયો-બીપી પેટ્રોલ પંપ્સ પર ઉપલબ્ધ રહેશે. ઈટ્રોડ્ક્ટરી ઓફર હેઠળ તેને 1 રૂપિયા પ્રતિ લીટર સસ્તામાં વેચવામાં આવશે. હાઈ પરફોર્મેંસવાળા આ નવા ડીઝલ માટે કંપની કોઈપણ વધારાનો ચાર્જ લેશે નહી.  એડિટિવાઈજ્ડ ડીઝલથી ટ્રકોની માઈલેજ સારી થશે અને 4.3 સુધી ઈંધણની બચત થશે.  જેને કારણે દરેક ટ્ર્ક પર ટ્રક ચાલકોને 1.1 લાખ રૂપિયા સુધીની વાર્ષિક બચત થવાની શક્યતા છે.  
 
એક્ટિવ ટેકનોલોજીવાળુ આ ડીઝલ, ટ્રકન એંજિનમાં ગંદકી જામવા દેતો નથી. કંપનીનો દાવો છે કે આ એંજિનમાં જામેલી ગંદકીને પણ સતત સાફ કરે છે. તેનાથી એંજિનની તાકત કાયમ રહે છે અને ટ્રક કોઈપણ પ્રકારના અવરોધ વગર લાંબુ અંતર કાપે છે. એક્ટિવ ટેકનોલોજીવાળુ આ ડીઝલ ખાસ કરીને વાણિજ્યિક વાહનો માટે બનાવવામાં આવ્યુ છે. તેનાથી ટ્રક ડ્રાઈવરોને જોખમ ઓછુ થશે સાથે જ ટ્રકના માલિકોને આર્થિક લાભ થશે.  
 
જિયો-બીપીના સીઈઓ, હરીશ સી મેહતાએ કહ્યુ, "અમારે માટે દરેક ગ્રાહક મહત્વપૂર્ણ છે. ટ્રક ડ્રાઈવરોની પરિચાલન રોકાણને ઓછુ કરવામાં ઈંધણના પ્રભાવને આપણે સમજીએ છીએ. ઈંધણના પ્રદર્શન અને એન્જિનના જાળવણી વિશે તેની ચિંતાઓને ઓછે એક રવા માટે જિયો-બીપી વર્ષોથી કામ કરી રહ્યુ છે. આ એડિટિવ યુક્ત હાઈ પરફોર્મેંસવાળુ ડીઝલ ખાસ કરીને ભારતીય રસ્તાઓ પર ચાલનારા ભારતીય વાહનો માટે ભારતીય ડ્રાઈવિંગ પરિસ્થિતિઓ માટે ડિઝાઈન કરવામાં આવ્યુ છે. 
 
ટ્રક એન્જિનના મહત્વપૂર્ણ ભાગો, ખાસ કરીને ફ્યુઅલ ઇન્જેક્ટર પર ગંદકી જમા થાય છે. આધુનિક ટ્રકોની ઇન્જેક્શન સિસ્ટમ્સમાં, ઇન્જેક્ટર ઓરિફિસ ખૂબ જ નાના હોય છે અને ફોલિંગ થવાની સંભાવના હોય છે. આ ટ્રક એન્જિનની કાર્યક્ષમતાને અસર કરે છે અને બળતણ વપરાશમાં પણ વધારો કરે છે. એંજિન પર અસર થશે તો દેખીતુ છે કે દેખરેખના રોકાણમાં પણ વધારો થશે.  એક્ટિવ ટેકનોલોજી સાથે જિયો-બીપ ઈનુ નવુ ડીઝલ ભારતીય વાહનો અને ડ્રાઈવિંગ પરિસ્થિતિઓ માટે ડિઝાઈન કરવામાં આવ્યુ છે.  જેથી એંજિનને હાનિકારક ગંદકીથી બચાવી શકાય. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર