પાડોશી ગરીબ તો ભારત રોજ થઈ રહ્યું છે શ્રીમંત, દે દનાદન સ્પીડથી વધી રહી છે દેશની સંપત્તિ

શનિવાર, 13 મે 2023 (06:24 IST)
India Pakistan Foreign Reserve:  દેશનું વિદેશી મુદ્રા ભંડાર 5 મેના રોજ પૂરા થયેલા સપ્તાહમાં $7.196 બિલિયન વધીને $595.976 બિલિયન થયું છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, દેશનો કુલ વિદેશી મુદ્રા ભંડાર અગાઉના સપ્તાહમાં $4.532 બિલિયન ઘટીને $588.78 બિલિયન થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે  ઓક્ટોબર 2021માં દેશનો વિદેશી મુદ્રા ભંડાર 645 અબજ ડોલરની સર્વકાલીન ઉચ્ચતમ સપાટીએ પહોંચી ગયો હતો. વૈશ્વિક ઘટનાઓના કારણે દબાણો વચ્ચે સેન્ટ્રલ બેંક દ્વારા રૂપિયાનો બચાવ કરવા માટે મુદ્રાભંડારનો ઉપયોગ કરવાને કારણે તેમાં ઘટાડો થયો હતો. આરબીઆઈના સાપ્તાહિક ડેટા અનુસાર, વિદેશી ચલણ અસ્કયામતો, જે અનામતનો મુખ્ય ભાગ છે, 5 મેના રોજ પૂરા થયેલા સપ્તાહમાં $6.536 બિલિયન વધીને $526.021 બિલિયન થઈ ગઈ છે. બીજી તરફ પાકિસ્તાનના વિદેશી મુદ્રા ભંડારની વાત કરીએ તો તે 4,457.2 મિલિયન ડોલર છે. આ આંકડો 28 એપ્રિલનો છે. 20 એપ્રિલે, $4462.8 મિલિયન રીઝર્વ હતા.
 
ભારત દરેક સ્તરે મજબૂત 
ડોલરમાં દર્શાવવામાં આવેલી વિદેશી ચલણની અસ્કયામતોમાં યુરો, પાઉન્ડ અને યેન જેવી બિન-યુએસ કરન્સીમાં ચાલની અસરોનો પણ સમાવેશ થાય છે. રિઝર્વ બેંકે જણાવ્યું હતું કે સમીક્ષા હેઠળના સપ્તાહમાં સોનાના ભંડારનું મૂલ્ય $659 મિલિયન વધીને $46.315 અબજ થયું છે. ડેટા અનુસાર, સ્પેશિયલ ડ્રોઇંગ રાઇટ્સ (SDRs) $19 મિલિયન ઘટીને $18.447 બિલિયન થયા છે. સમીક્ષા હેઠળના સપ્તાહમાં ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) પાસે દેશનું ચલણ અનામત $20 મિલિયન વધીને $5.192 બિલિયન થયું છે.
 
જાણો ડોલરની સરખામણીમાં રૂપિયાની ક્યાં થાય છે?
વિદેશમાં ડૉલર મજબૂત થવાને કારણે શુક્રવારે અમેરિકન ચલણ સામે રૂપિયો નવ પૈસા ઘટીને 82.18 પર બંધ થયો હતો. જોકે, વેપારીઓએ જણાવ્યું હતું કે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં મજબૂત વલણ અને વિદેશી ભંડોળના પ્રવાહમાં વધારો થવાથી રૂપિયાની ખોટ મર્યાદિત થઈ છે. બજારના સહભાગીઓએ જણાવ્યું હતું કે આજે જારી કરવામાં આવનાર ફુગાવાના આંકડા પહેલા રોકાણકારો સાવધ બન્યા છે. દરમિયાન, ડોલર ઇન્ડેક્સ 0.07 ટકા ઘટીને 101.90 થયો હતો. ગ્લોબલ ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ 0.07 ટકા ઘટીને $74.93 પ્રતિ બેરલ થયું હતું. BSE ના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 123.38 પોઈન્ટ અથવા 0.20 ટકા વધીને 62,027.90 ના સ્તર પર બંધ થયા છે. શુક્રવારે મૂડી બજારમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) ચોખ્ખા ખરીદદાર હતા. તેણે રૂ. 1,014.06 કરોડના શેર ખરીદ્યા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર