ડીઝલના ભાવમાં થયો ભડકો, પેટ્રોલના ભાવ યથાવત

શનિવાર, 25 સપ્ટેમ્બર 2021 (12:02 IST)
બે મહિના પછી ડીઝલના ભાવ વધ્યા છે. જો કે પેટ્રોલના ભાવમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. એક લિટર પેટ્રોલનો ભાવ દિલ્હીમાં 101.19 રૂપિયા અને મુંબઇમાં 107.26 રૂપિયા થયો છે. ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ વધ્યા હોવા છતાં સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન(આઇઓસી), ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ(બીપીસીએલ), હિંદુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ(એચપીસીએલ)એ પાંચ સપ્ટેમ્બરથી અત્યાર સુધીમાં ભાવમાં કોઇ ફેરફાર કર્યો નથી. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ વધવાને કારણે ડીઝલ મોઘું કરાયું

દિલ્હીમાં પેટ્રોલની કિંમત 101.19 રૂપિયા છે જ્યારે ડીઝલની કિંમત 88.82 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત 107.26 રૂપિયા અને ડીઝલની કિંમત 96.41 રૂપિયા પ્રતિ લીટર છે. કોલકાતામાં પેટ્રોલની કિંમત 101.62 રૂપિયા છે જ્યારે ડીઝલની કિંમત 91.92 રૂપિયા પ્રતિ લીટર છે. તે જ સમયે, ચેન્નઈમાં પેટ્રોલ 98.96 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 93.46 રૂપિયા પ્રતિ લીટર છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર