NSE BSE 23 September 2021: 59764 ના રેકોર્ડ ઊંચાઈ પર પહોંચ્યો સેંસેક્સ, નિફ્ટીમાં પણ જોરદાર ઉછાળો

ગુરુવાર, 23 સપ્ટેમ્બર 2021 (16:58 IST)
મજબૂત વૈશ્વિક સંકેતોથી આજે અઠવાડિયાના ચોથા કારોબારી દિવસે એટલે કે ગુરૂવારે શેયર બજાર લીલા નિશાન પર ખુલ્યુ. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો મુખ્ય ઇન્ડેક્સ સેન્સેક્સ 351.37 અંક અથવા 0.60 ટકાના વધારા સાથે 59,278.70 ના સ્તર પર ખુલ્યો. બીજી બાજુ, નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 115.10 પોઇન્ટ (0.66 ટકા) ના વધારા સાથે 17,661.80 ના સ્તર પર ખુલ્યો.  ત્યારબાદ બજારમાં તેજીની પ્રક્રિયા ચાલુ રહી હતી. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ 59764.79 ની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. નિફ્ટી 17,782.40 ની સપાટીને સ્પર્શી ગયો. BSE માં લિસ્ટેડ કંપનીઓની માર્કેટ મૂડીમાં લગભગ 3 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે. ગયા અઠવાડિયે સેન્સેક્સ 710 પોઇન્ટ અથવા 1.21 ટકા વધ્યો હતો. શરૂઆતના વેપારમાં 1398 શેર વધ્યા, 256 શેરના ભાવ ઘટ્યા અને 75 શેરમાં કોઈ ફેરફાર ન થયો. 
 
દિગ્ગજ શેયરના આ છે હાલ 
 
દિગ્ગજ શેયરની વાત કરીએ તો આજે શરૂઆતી વેપાર દરમિયાન ટાટા સ્ટીલ, એસબીઆઈ, કોટક બેંક, રિલાયન્સ, એક્સિસ બેંક, બજાજ ઓટો, પાવર ગ્રીડ, આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક, સન ફાર્મા, ઈન્ફોસીસ, એમ એન્ડ એમ, એલ એન્ડ ટી, એચસીએલ ટેક, ઈન્ડસઈન્ડ બેંક, બજાજ ફાઈનાન્સ, એનટીપીસી, હિન્દુસ્તાન યુનિલિવર, બજાજ ફિનસર્વ , આઈટીસી, એચડીએફસી, મારુતિ, ડો. રેડ્ડીઝ, ભારતી એરટેલ, અલ્ટ્રાટેક સિમેન્ટ, એશિયન પેઇન્ટ્સ અને નેસ્લે ઇન્ડિયાના શેરો લીલા નિશાન પર ખુલ્યા. જ્યારે ટેક મહિન્દ્રા, ટાઇટન અને ટીસીએસના શેર લાલ નિશાન પર ખુલ્યા હતા. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર