Share Market Today - શેર બજારમાં ઉછાળો, સેંસેક્સ પહેલીવાર 54 હજાર પાર

બુધવાર, 4 ઑગસ્ટ 2021 (11:21 IST)
ઘરેલુ ઈકોનોમીના સારા સંકેતોને કારણે ભારતીય શેર બજાર (share market today)માં બહાર જોવા મળી રહી છે. આજે સેંસેક્સ પોતાના ઈતિહાસમાં પહેલીવાર 54 હજારને પાર ખુલ્યુ છે. બોમ્બે સ્ટોક એક્સચેંજ (BSE) નો સેંસેક્સ 248 અંકોની તેજી સ્સાથે 54,071.22 પર ખુલ્યો અને સવારે 9.24 વાગ્યાની આસપાસ 432 અંકોના ઉછાળ સાથે 54,254.98 પર બંધ થયો. 
 
આ રીતે નેશનલ સ્ટોક એક્સચેંજ (NSE)નો નિફ્ટી 65 અંકોની તેજી સાથે 16,195.25 પર ખુલ્યો અને થોડીવારમાં વધીને 16,253.95 પર પહોંચી ગયો. મિશ્રિત વૈશ્વિક સંકેતો વચ્ચે ભારતીય બજારની મજબૂત શરૂઆત થઈ છે. 
 
આર્થિક આંકડાથી બજારને સપોર્ટ મળ્યો છે. કારોબાર દરમિયાન સેન્સેક્સ 53,888ના રેકોર્ડ સ્તરે પહોંચ્યો હતો. જોકે દિવસના અંતે સેન્સેક્સ 873 અંક વધી 53,823 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી કારોબાર દરમિયાન 16,147ના રેકોર્ડ સ્તરે પહોંચ્યો હતો. નિફ્ટી 246 અંક વધી 16,130 પર બંધ થયો હતો. સેન્સેક્સમાં સામેલ 30માંથી 27 શેરમાં વધારો રહ્યો હતો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર