આ કંપનીઓના શેર થયા અપ
ઈન્ડસઈન્ડ બેન્ક, ITC, SBI, રિલાયન્સ, કોટક મહિન્દ્રા સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. ઈન્ડસઈન્ડ બેન્ક 7.34 ટકા વધી 1131.25 પર બંધ રહ્યો હતો. ITC 6.83 ટકા વધી 230.75 પર બંધ રહ્યો હતો. જ્યારે TCS, ટેક મહિન્દ્રા, ટાટા સ્ટીલ, ભારતી એરટેલ, HCL ટેક સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. ટેક મહિન્દ્રા 1.16 ટકા ઘટી 1447.65 પર બંધ રહ્યો હતો. TCS 1.32 ટકા ઘટી 3902.50 પર બંધ રહ્યો હતો.
માર્કેટ કેપ વધી
BSE પર 2431 શેરમાં કારોબાર થઈ રહ્યો છે, જેમાંથી 1705 શેરોમાં વધારા સાથે અને 618 શેરો લાલ નિશાનમાં કારોબાર કરતા જોવા મળી રહ્યા છે. એની સાથે જ BSE પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ પ્રથમ વખત 260 લાખ કરોડ રૂપિયાને પાર પહોંચી ગઈ છે. આ પહેલાં બુધવારે સેન્સેક્સ 476 અંક વધી 58,723 પર અને નિફ્ટી 139 પોઈન્ટ વધી 17,519 પર બંધ થયો હતો.