કોરોનાની સારવાર માટે કેડિલાની સેપ્સીવેકને મંજૂરી આપનાર પ્રથમ દેશ બન્યો ફિલિપાઇન્સ

શુક્રવાર, 24 સપ્ટેમ્બર 2021 (10:16 IST)
ફિલિપાઇન્સ કોરોનાની તાકીદની સારવાર માટે અમદાવાદ સ્થિત કેડીલા ફાર્માસ્યુટિકલ્સે વિકસાવેલી સેપ્સીવેકને મંજૂરી આપનાર પ્રથમ દેશ બન્યો છે. આ સેપ્સીવેકની અસરકારકતા અને સલામતિને ધ્યાનમા રાખીને ફીલીપાઈન્સ ફૂડ એન્ડ ડ્રગ એડમિનીસ્ટ્રેશને તા.15 સપ્ટેમ્બરના રોજ કોવિડ-19ની સારવાર માટે ખાસ મંજૂરી આપી છે. કોવિડ-19 માટે તૈયાર કરાયેલ સેપ્સીવેકના ક્લિનિકલ સ્ટડીઝ ભારતમાં હાથ ધરવામાં આવ્યા હતા અને કાઉન્સિલ ઓફ સાયન્ટિફીક એન્ડ ઈન્ડસ્ટ્રિયલ રિસર્ચે તેને સહયોગ આપ્યો હતો.
 
કેડીલા ફાર્માસ્યુટિકલ્સના એક્ઝિક્યુટીવ વાઈસ પ્રેસિડેન્ટ, ઈન્ટરનેશનલ ફોર્મ્યુલેશન્સ બિઝનેસ, માહીધ્વજ સિસોદિયા જણાવે છે કે "અમે સેપ્સીવેકને તાકીદના ઉપયોગ માટે મંજૂરી આપવા વિવિધ દેશોની રેગ્યુલેટરી એજન્સીઓનો સંપર્ક કર્યો હતો. સેપ્સીવેક ભારતમાં કોવિડ-19ના કેસ માટે અસરકારક જણાઈ હતી. ફિલિપાઇન્સ એફડીએ તરફથી મર્યાદિત ઉપયોગ માટે તેમજ વિશેષ સારવાર માટે સેપ્સીવેકને મંજૂરી અપાઈ છે અને અમે પૂરવઠો આપવાનું શરૂ કર્યું છે."
 
તેમણે વધુમાં જણાવ્યું હતું કે "અમે સેપ્સીવેક કોવિડ-19ની સારવાર પ્રોટોકોલનો હિસ્સો બને તેવી અપેક્ષા રાખીએ છીએ. એસોસિએશન ઓફ સાઉથ-ઈસ્ટ એશિયન નેશન્સ તરફથી મળેલા ઘનિષ્ટ સહયોગને ધ્યાનમાં લેતાં અમે અન્ય દેશોની હેલ્થ ઓથોરિટીઝ સમાન પ્રકારનો દ્રષ્ટિકોણ અપનાવશે તેવી પણ આશા રાખીએ છીએ અને મહામારીના કારણે ઉભી થયેલી સ્થિતિ હલ કરવાના પ્રયાસોમાં સહાય કરી રહ્યા છીએ."
 
કેડીલા ફાર્માસ્યુટિકલ્સની માર્કેટીંગ અને ફોર્મ્યુલેશન ટીમ  ફિલિપાઇન્સની ઓથોરિટી સાથે સંકલન કરી રહી છે. આ ઉપરાંત ભારતના મહત્વના ઓપિનિયન લીડર્સે સાઉથ-ઈસ્ટ એશિયાના દેશોના હેલ્થ કેર પ્રોવાઈડર્સ સાથે સેપ્સીવેકનો ક્લિનીકલ અનુભવ વ્યક્ત કર્યો છે.
 
કેડીલા ફાર્માસ્યુટકલ્સની એસોસિએટ બાયોકેર લાઈફસાયન્સિસ કંપની ફિલિપાઇન્સની નિયમનકારી સંસ્થાઓ અને તબીબી સમુદાય સમક્ષ પરામર્શમાં સુવિધા ઉભી કરી રહી છે. આ કંપની સ્થાનિક પ્રવૃત્તિઓ  સંભાળી રહી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર