ટેક્સટાઈલ, કપડાં અને ફૂટવેર હવે વધુ મોંઘા થશે. સરકારે આ વસ્તુઓ પર GST 5 ટકાથી વધારીને 12 ટકા કર્યો છે. આ દરો જાન્યુઆરી 2022થી લાગુ થશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBIT) એ 18 નવેમ્બરે એક નોટિફિકેશન રજુ કરીને આ જાણકારી આપી છે.
હવે કાપડ, કપડાં અને ફૂટવેર પર 12 ટકા GST
જાન્યુઆરી 2022થી ફેબ્રિક પરનો GST 5 ટકાથી વધારીને 12 ટકા કરવામાં આવ્યો છે. હવે કોઈપણ કિંમતના ફેબ્રિક પર 12 ટકા GST લાગશે. અગાઉ 1000 રૂપિયા સુધીના કાપડ પર 5 ટકા GST લાગુ થતો હતો. હવે વણેલા કાપડ, સિન્થેટીક દોરા, થાણા, ધાબળા, તંબુ, ટેબલ ક્લોથ, ગોદડા સહિત અનેક પ્રકારના કાપડ પર જીએસટી 5 ટકાથી વધારીને 12 ટકા કરવામાં આવ્યો છે. ફૂટવેર પર પણ 12 ટકા જીએસટી લાગશે.
ચાર જીએસટી દરને બદલે ત્રણ દર?
સરકાર 5 ટકાના ટેક્સ સ્લેબને હટાવી શકે છે. હવે માત્ર 12, 18 અને 28 ટકાના દર જ રાખવાનો નિર્ણય લઈ શકાય છે. 5 અને 12 ટકાના સ્લેબને જોડીને હવે માત્ર 12 ટકાનો સ્લેબ જ જળવાઈ રહેશે. કર્ણાટકના મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મંત્રીઓના જૂથ (GoM) ની ટૂંક સમયમાં બેઠક થવાની સંભાવના છે જેમાં GST કાઉન્સિલની ભલામણો પર વિચારણા કરવામાં આવશે અને તેને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે