પેટ્રોલ ડીઝલના ભાવને લઈને મોટા સમાચાર, પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો

શનિવાર, 20 નવેમ્બર 2021 (16:41 IST)
આગામી કેટલાક દિવસોમાં દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવને લઈને મોટા સમાચાર આવે તેવી સંભાવના છે. તાજેતરમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા ટેક્સ ઘટાડાના કારણે ભાવ ઘટયા હતા તો હવે ફરી ભાવમાં મમોટો ફેરફાર થાય તેવી સંભાવના છે. નવેમ્બર મહિનામાં ક્રૂડ ઓઇલની કિંમતમાં લગભગ 10 ટકાનો ઘટાડો નોંધાઈ ચૂક્યો છે
 
 
IIFL ના વાઇસ પ્રેસિડેન્ટ અનુજ ગુપ્તાના જણાવ્યા અનુસાર યુરોપિયન દેશો અને ઓસ્ટ્રેલીયામાં કોરોનાની અસર એક વાર ફરી જોવા મળી રહી છે અને કેટલાક દેશોમાં લોકડાઉનના સમાચાર મળી રહ્યા છે. જેના કારણે ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. તેમણે કહ્યું હતું કે આ ઘટાડો હજુ વધી શકે છે.
 
6 રૂપીયા સુધી ભાવ ઓછા થવા જોઈએ
અનુજ ગુપ્તાનાં જણાવ્યા અનુસાર આવનાર દિવસોમાં ક્રૂડ ઓઇલની કિંમતમાં ઘટાડો થઈ શકે છે. આ કર્મ સોમવારથી જોવા મળશે. પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો જોવા મળી શકે છે અને તેમણે કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય પેટ્રોલ ડીઝલના ભાવમાં જે રીતે ઘટાડો થયો છે તે જોતાં દેશના ભાવમાં 5 થી છ રૂપિયા આરામથી ઓછા થઈ શકે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર