Paytm ની લિસ્ટિંગે રોકાણકારોને રડાવ્યા, કિમંતથી 9 ટકા ઓછા મૂલ્ય પર થયુ લિસ્ટિંગ

ગુરુવાર, 18 નવેમ્બર 2021 (16:25 IST)
ડિઝિટલ મોબાઈલ પેમેંટ પ્લેટફોર્મની દિગ્ગ્જ કંપની વન 97 કમ્યુનિકેશનના શેયરનુ આજે સ્ટોક માર્કેટમાં લિસ્ટિંગ થયુ. સ્ટૉક માર્કેટમાં પેટીએમની લિસ્ટિંગે ઘણા રોકાણકારોને રડાવી દીધા છે.  કંપનીએ આઈપીઓ દરમિયાન પોતાના શેયરની પ્રાઈસ બેંડ 2080થી 2150 સુધી મુકી હતી. તેની સામે કંપનીન શેર માત્ર 1950 રૂપિયા પર લિસ્ટ થયા. આ રીતે પોતાની પ્રાઈસ બેંડના મુજબ કંપની 9 ટકા ડિસ્કાઉંટ સાથે ખુલ્યા અને બધા રોકાણકારોને દરેક શેયર પર ઓછામાં ઓછા 200થી 300 રૂપિયાનુ નુકશાન થયુ. 
 
લિસ્ટિંગ પછી પણ શેયરની કિમંત સતત ઓછી થઈ રહી હતી. 1950માં ખુલ્યા શેયર ધીરે ધીરે 1650 પર આવી ગયો અને તેને કારણે કંપનીના શેયર લગભગ 25 ટકા ઓછા ચાલી રહ્યા છે. એવુ અનુમાન લગાવાય રહ્યુ છે કે પેટીએમની માર્કેટ કૈપ 1.16 લાખ કરોડ થઈ ચુકી છે. જ્યારે કે લિસ્ટિંગના પહેલા તે 1.48 લાખ કરોડ થયો છે.  જો કે આ બધા પછી સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે કંપની પોતાની પ્રાઈસ બૈંડની કિમંત સુધી ન પહોંચી શકી. 
 
વિશેષજ્ઞોનુ અનુમાન છે કે કંપનીના સ્ટૉકમાં હજુ વધુ કપાત થઈ શકે છે અને શેયરની કિમંત 1200 સુધી જઈ પણ જઈ શકે છે. કારણ કે કંપની સામે રેગ્યુલેશન અને કોર્પોટીશન એક મોટી ચિંતાનો વિષય છે. ઉલ્લેખનીય છે કે પેટીએમનો આઈપીઓ અત્યાર સુધી દેશનો સૌથી મોટો આઈપીઓ છે અને કંપનીએ આ માટે નવા 8300 ઈકવિટી શેયર એકત્રિત કર્યા જ્યારે કે બાકીના  શેયર પ્રમોટર્સ અને વર્તમાન શેયર હોલ્ડર્સના વેચેલા હતા. અલોટમેંટ પછી કંપનીના કમજોર લિસ્ટિંગને કારણે દરેક કોઈ પરેશાન છે. તેની સામે નવા સ્ટાર્ટઅપ્સ જેવા કે પીબી ફિંટેક અને નાયકામાં જોવા મળી હતી. 
 
 
Paytm IPOના લિસ્ટિંગના એક દિવસ અગાઉ જ તે નેગેટિવ ઝોનમાં જતાં ચિંતામાં વધારો થયો હતો. કેટલાક નિષ્ણાતો માટે આ ચિંતાનો વિષય છે, કારણ કે ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP) એ સંકેત આપે છે કે પબ્લિક ઈસ્યુના લિસ્ટિંગથી કેટલો નફો અપેક્ષિત છે.
 
Paytmનું મૂલ્ય 16 અબજ ડોલર છે. કંપનીની શરૂઆત 2010 માં કરવામાં આવી હતી. તે ભારતની સૌથી મોટી ડિજિટલ પેમેન્ટ કંપનીઓમાંની એક છે. One97 કોમ્યુનિકેશનના સ્થાપક અને CEO Paytm IPOમાં રૂ. 402 કરોડના શેરનું વેચાણ કરશે.
 
પેટીએમના આઈપીઓના જીએમપીમાં ઘટાડાના કારણો અંગે બજારના નિષ્ણાતો માને છે કે પબ્લિક ઈશ્યુને રોકાણકારો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. Paytm IPOના સબસ્ક્રિપ્શનના આંકડા અયોગ્ય લાગે છે. નિષ્ણાતોના મતે, ઊંચા મૂલ્યાંકન, મોટા ઇશ્યુ સાઈઝ, સતત નુકસાન અને પડકારજનક નફાના માર્જિન એવા પરિબળો હોઈ શકે છે જે રોકાણકારોને ચિંતિત કરે છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર