વર્ષ 2023 માટે અત્યાર સુધીના છ મહિનાના મૂલ્યાંકનમાં, ટોચના આઠ શહેરોમાં અમદાવાદનો ગુણોત્તર સૌથી ઓછો હતો. જે 23 ટકા નોંધાયો છે. જ્યારે પુણે અને કોલકાતાનો અફોર્ડેબિલિટી ઇન્ડેક્સ 26 ટકા (Kolkata's Affordability Index 26 percent) રેકોર્ડ કરવામા આવ્યુ. ઉલ્લેખનીય છે કે આ સરેરાશ પરિવારોની આવકનો એ ભાગ છે જે EMI પર ખર્ચ થાય છે.
આ ઈન્ડેક્સમાં દેશની આર્થિક રાજધાની મુંબઈનું પ્રમાણ સૌથી વધુ એટલે કે 55 ટકા છે, જેનો અર્થ છે કે મુંબઈ શહેર ઘરો અને અન્ય સુવિધાઓ ખરીદવાની દૃષ્ટિએ ઘણું મોંઘું છે. આ પછી રાજધાની દિલ્હીનો ઇન્ડેક્સ 30 ટકા અને હૈદરાબાદનો અફોર્ડેબિલિટી ઇન્ડેક્સ 31 ટકા છે.
રેન્કની વાત કરીએ તો દેશના આઠ મોટા શહેરોમાં અમદાવાદ પ્રથમ, કોલકાતા બીજા, પુણે ત્રીજા, ચેન્નઈ ચોથા, બેંગલુરુ પાંચમા, દિલ્હી સાતમા હૈદરાબાદ અને મુંબઈ આઠમા ક્રમે છે.