- વોટ્સએપની ટક્કરમાં આવ્યું Beep Pakistan
- આખરે શું છે આ એપની ખાસિયત
ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsAppને ટક્કર આપવા માટે પાકિસ્તાને એક નવી એપ વિકસાવી છે. આ એપનું નામ Beep Pakistan રાખવામાં આવ્યું છે. આ એપ પાકિસ્તાનના આઈટી મંત્રાલયે લોન્ચ કર્યો છે. આ દેશનો પહેલો કોમ્યુનિકેશન એપ છે જે હાલમાં 30 દિવસ માટે ટ્રાયલ પર છે. આવો જાણીએ Beep Pakistan વિશે.
મેડ ઈન પાકિસ્તાન છે Beep Pakistan:
આ એપ અંગે પાકિસ્તાનનું કહેવું છે કે, અમને ગર્વ છે કે અમારી પાસે હવે વોટ્સએપનો વિકલ્પ છે. પાકિસ્તાનના આઈટી મંત્રી અમીનુલ હકે આ એપ લોન્ચ કરી છે. પડોશી દેશોની ડિજિટલ પ્રગતિની નોંધ લેતા મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, "આપણે થોડું મોડું કર્યું... પરંતુ ક્યારેય કરતાં મોડું સારું." પાકિસ્તાન સરકારનું કહેવું છે કે આ એપનો ધ્યેય સાયબર હુમલાઓને ઓછો કરવાનો છે. આ સાથે, તે સુનિશ્ચિત કરવાનું પણ છે કે વપરાશકર્તાઓની અંગત વસ્તુઓ સંપૂર્ણપણે સુરક્ષિત રહે.