આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે આંતરરાષ્ટ્રીય બેંચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 0.23 ટકા ઘટીને 85.97 ડોલર પ્રતિ બેરલના સ્તર પર ટ્રેડ કરી રહ્યું છે, જોકે આજે એટલે કે બુધવારે પેટ્રોલ અને ડીઝલના દરમાં કોઈ ફેરફાર થયો નથી.
આજે બુધવારે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં બુધવારે પેટ્રોલ 96.72 રૂપિયા અને ડીઝલ 89.62 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. મુંબઈમાં પેટ્રોલ 106.31 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 94.27 રૂપિયા પ્રતિ લીટરના ભાવે ઉપલબ્ધ છે. આ સિવાય ચેન્નાઈમાં પેટ્રોલની કિંમત 102.63 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 94.24 રૂપિયા પ્રતિ લીટર છે.