મતદાન થઈ ગયું ત્યાં સુધી નિયંત્રણમાં રહેલા પેટ્રોલ-ડીઝલના ભાવમાં તોતિંગ વધારો કરી દેવાયો છે. પેટ્રોલમાં રૃ।.૧.૪૩નો અને ડીઝલમાં રૃ।.૧.૬૭નો ભાવવધારો કરાયો છે જે મંદી-મોંઘવારીમાં પડયા પર પાટુ સમાન સ્થિતિ છે. આ પહેલા એક્સાઈઝમાં ઘટાડો કરવાની, જી.એસ.ટી.માં આવરી લેવાની વાતો વચ્ચે પેટ્રોલ-ડીઝલમાં થોડો ઘટાડો થતા લોકોને આશા પણ બંધાઈ હતી અને આવી અનેક આશાઓમાં લોકોએ ઉત્સાહભેર મતદાન પણ કરી નાંખ્યું છે અને ભલે પાંખી બહુમતિથી પણ ભાજપની ફરી સરકાર આવી ગઈ છે. દેશમાં વાહ વાહ થઈ ગઈ છે. અને હવે પખવાડિયાથી સતત ભાવવધારો થઈ રહ્યો છે.