ભાજપથી નારાજ નિતિન પટેલને હાર્દિક પટેલે ઓફર કરતા ખળભળાટ

શનિવાર, 30 ડિસેમ્બર 2017 (12:13 IST)
રાજયમાં ફરી એક વખત ભાજપનું શાસન આવ્યુ છે. વિજયભાઈને મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રી પદે નીતિનભાઈ ફરીથી સત્તારૂઢ થયા છે. શપથવિધિ સુધી તો બધુ જ બરાબર ચાલ્યુ. પરંતુ ખાતાના ફાળવણી બાબતે નીતિનભાઈએ ભારે નારાજગી દર્શાવતા જબરો ડખ્ખો સર્જાયો છે. ગઈકાલે પણ તેઓ પોતાની ઓફીસે ગયા ન હતા અને તેમનો મોબાઈલ પણ નોરીપ્લાય અકિલા આવતો હતો. દરમિયાન ''પાસ''ના નેતા હાર્દિક પટેલે નીતિનભાઈને ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાઈ જવાની ઓફર કરતા સનસનાટી મચી જવા પામી છે.

હાર્દિક પટેલે ન્યુઝ ચેનલોમાં આપેલા નિવેદનમાં જણાવ્યું છે કે જો નીતિનભાઈને અકીલા ભાજપમાં માન સન્માન મળતુ ન હોય તો અમારી સાથે જોડાઈ જાવ. સાથે મળીને ગુજરાતના સુશાસન માટે લડીશું. નીતિનભાઈ ૧૦ ધારાસભ્યો સાથે રાજીનામુ આપે તો કોંગ્રેસમાં સ્થાન આપવા રજૂઆત કરીશુ. કોંગ્રેસમાં તેને યોગ્ય સ્થાન અપાવીશું. ઉલ્લેખનીય છે કે આજે બોટાદમાં ''પાસ''ની શિબિર મળી રહી છે. જેમાં જયાં - જયાં હાર્દિકે સંમેલનો કર્યા હતા તે જગ્યાએ કોંગ્રેસની હાર થઈ છે. આ સહિત પરાજયનું કારણ શું? સહિતના મુદ્દે ચર્ચા થનાર છે. ત્યારે જ હાર્દિકે મોટુ નિવેદન આપી ખળભળાટ મચાવતા ચર્ચાએ જોર પકડ્યુ છે. હાર્દિકે ઉપમુખ્યમંત્રી નીતિનભાઈને કોંગ્રેસમાં જોડાઈ જવાની ઓફર કરતા રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. નીતિનભાઈને ખાતાની ફાળવણી મામલે ભારે નારાજગી દર્શાવી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર