ગરવી ગુજરાત

પરૂન શર્મા

રવિવાર, 3 જૂન 2007 (10:18 IST)
જય જય ગરવી ગુજરાત

ગુજરાતમાં અનેક ધાર્મિક અને પર્યટન સ્થળો વિકસીત થયાં છે. જગત પ્રસિદ્ધ શક્તિપીઠ શ્રી અંબાજી અને સાક્ષાત શિવ સમાન બાર જ્યોર્તિલિંગ માંથી સૌ પ્રથમ એવા સોમનાથ મહાદેવ પણ ગુજરાતની ધરતી પર છે.આ સિવાય અન્‍ય જ્યોર્તિલિંગ નાગેશ્વર પણ આવેલ છે. તદઉપરાંત પવાગઢ, ચોટીલા, જુનાગઢ, પાલીતાણા, ડાકોર, દ્રારકા જેવા અનેક ધાર્મિક સ્થળો પણ અહીંયા આવેલા છે.

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો સત્‍યાગ્રહ આશ્રમ પણ અમદાવાદમાં સાબરમતી નદીને તીરે આવેલો છે. ઉપરાંત ગુજરાતમાં અનેક મુસ્લિમ સ્થાપત્યો અને ઐતિહાસિક ધરોહરો પણ છે, જેની ભવ્યતા અજોડ છે.

વિવિધ મેળાઓ અને લોક ઉત્સવો ગુજરાતની વૈશ્વિક ઓળખ છે. વર્ષે ૨૦૦૦ થી પણ વધારે મેળાઓ અહીંયા ઉજવાય છે. સોળસો કિલોમીટરનો સમૃધ્ધ દરીયા કિનારો ધરાવતું ભારતનું એકમાત્ર રાજ્ય ગુજરાત વિશ્વભરમાં તેની સંસ્કૃતિ, સભ્યતા, એકતા અને અસ્મિતાને કારણે જાણીતું છે. કુદરતે ગુજરાતને અવિરત સોંદર્ય, હરીત સૃષ્ટ્રિ, પ્રાણી જગત અને સૌને આકર્ષિત કરે તેવી લોક સંસ્કૃતિની ભેટ ધરી છે. વિશ્વભરમાં આજે ગુજરાત અને ગુજરાતીઓનો ડંકો વાગે છે. બિનસાંપ્રદાયી ગુજરાતમાં તીર્થો, ધર્મસ્થળો અને પર્યટનસ્થળોનો પ્રવાસ કરવો તે પણ જીવનનો એક અવિસ્મરર્ણિય પ્રસંગ બની જાય છે.

વેબદુનિયા પર વાંચો