Chilla Recipe: સવારે નાસ્તાની પરફેક્ટ શરૂઆત, બનાવો મિક્સ દાળના ચીલા

બુધવાર, 2 જુલાઈ 2025 (10:30 IST)
Chilla Recipe: જ્યારે બ્રેકફાસ્ટની વાત આવે છે તો કંઈક એવો નાસ્તો જોઈએ જે ટેસ્ટ સાથે હેલ્ધી પણ હોય. બાળકોને પણ નાસ્તામાં કંઈક જુદુ ન આપવામાં આવે તો તે બોર થઈ જાય છે અને ખાવામાં નખરા કરે છે.  આવામાં થોડુ નવુ અને હેલ્ધી ઈચ્છતા હોય તો તમે મિક્સડ દાળના ચીલાને બ્રેકફાસ્ટમાં રેડી કરો. દાળથી તૈયાર થયેલા આ ચીલા પોષક તત્વથી ભરપૂર છે. આ આર્ટીકલ દ્વારા જાણો મિક્સ દાળના ચીલા બનાવવાની વિધિ.  ऐसे  
મિક્સ દાલ ચીલા બનાવવા માટેની સામગ્રી
 
મૂંગ દાળ - અડધો કપ
 
ચણા દાળ - અડધો કપ
 
અડદની દાળ - 2 ચમચી
 
લીલા મરચાં - 2
 
આદુ - એક નાનો ટુકડો
 
હિંગ - એક ચપટી
 
લાલ મરચાં પાવડર - અડધી ચમચી
 
ગરમ મસાલો - એક ચમચી
 
લીલા ધાણા - બારીક સમારેલા
 
તેલ
 
મીઠું - સ્વાદ અનુસાર
 
મિક્સ દાળ ચીલા બનાવવાની વિધિ  ( Mixed Dal Chilla Recipe)
 
મિક્સ દાળ ચીલા બનાવવા માટે સૌથી પહેલા મગ, ચણા દાળ અને અડદ દાળને સારી રીતે ધોઈ લો અને પછી થોડા કલાક માટે તેને પલાળી દો.  
જો તમે તેને સવારે બનાવવા માંગો છો તો તેને રાત્રે જ પલાળીને મુકી દો.  હવે સવારે આ દાળમા લીલા મરચા અને આદુના ટુકડા મિક્સ કરીને વાટી લો.  
 
હવે આ મિશ્રણમાં તમે હિંગ, હળદર, લાલ મરચાનો પાવડરને મિક્સ કરો. હવે તેમા તમે પાણી નાખીને ચીલાનુ બેટર રેડી કરી લો. હવે બધા મસાલાને મિક્સ કરી દો.  
 
ચીલા બનાવવા માટે, તવાને ગરમ કરો અને તેના પર થોડું તેલ લગાવો. હવે એક મોટા ચમચીની મદદથી, તવા પર ખીરું રેડો અને ચીલા તૈયાર કરો. ચીલાની બાજુમાં તેલ લગાવો અને એક બાજુથી શેકાઈ ગયા પછી, તેને બીજી બાજુ ફેરવો. તમારી મિશ્ર દાળ ચીલા તૈયાર છે. સવારે નાસ્તામાં ચટણી સાથે ખાઓ.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર