લોકો જ નહીં આખલા પણ તેમનાથી નારાજ છે - મોદીનો મુલાયમ પર કટાક્ષ

મંગળવાર, 15 એપ્રિલ 2014 (09:50 IST)

ભાજપનાં વડાપ્રધાન પદનાં ઉમેદવાર નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશનાં લખીમપુર ખીરીમાં વિરોધીઓ પર નિશાન તાક્યુ. મોદીએ ન માત્ર મુલાયમ સિંહ પણ રાહુલ અને સોનિયા ગાંધીને પર પ્રહાર કર્યા.
 

મુલાયમ સિંહ પર કટાક્ષ કરતા મોદીએ કહ્યુ કે નેતાજી હેલિકૉપ્ટર દ્વારા આવ્યા. પણ એક આખલાએ તેમને નીચે ન ઉતરવા દીધા. અહીયાનાં લોકો જ નહીં, પણ આખલા પણ તેમનાથી નારાજ છે. અને ફરી એક વાર ગુજરાત દ્વારા યુપીને આપવામાં આવેલા સિંહનો ઉલ્લેખ કરતા મોદીએ કહ્યુ કે આટલા મોટા નેતા થઇને તમે આખલાને સંભાળી નથી શકતા તો મારા ગુજરાતથી આવેલા સિંહને કેવી રીતે સંભાળશો ? નોંધનીય છે કે તાજેતરમાં એક રેલીમાં મુલાયમની રેલીમાં આખલો ઘૂસી આવતા દોડધામ મચી હતી.

આજે આંબેડકર જંયતીનાં દિવસે સભા સંબોંધતા મોદીએ કહ્યુ કે આમના રાજમાં દર મહિને 13 દલીતોની હત્યા થાય છે. 6 નું અપહરણ થાય છે. 21 દલિત મહિલા પર બળાત્કાર થાય છે. અને 5 દલિતોનાં ઘરમાં આગ લગાવવામાં આવે છે.

રાહુલ ગાંધી પર નિશાન તાકતા મોદીએ કહ્યુ કે શહજાદા દિવસ-રાત ડૉ.આંબેડકરનું અપમાન કરે છે. એક જ પરિવારનાં 3 લોકોને ભારત રત્ન મળ્યો. કોંગ્રેસ પાર્ટીની સરકારે બાબા સાહેબને ભારત રત્ન ન આપ્યો. તેમની મૃત્યુનાં 40 વર્ષ બાદ જ્યારે ભાજપનાં સમર્થનવાળી સરકાર આવી ત્યારે આ સન્માન તેમને મળ્યુ. મોદીએ કહ્યુ કે જો બાબા સાહેબ ન હોત તો મારા જેવો વ્યક્તિ આજે આ સ્તર પર ન પહોંચી શક્યો હોત.
 

વેબદુનિયા પર વાંચો