રસ નિરઝરતી અને જીવનની જ્યોતિને ઝગમગાવતી, ઝનનન ઝનનન ઝાંઝરને રણકાવતી, માતાની ચૂંદડીમાં ચાર ચાંદ લગાવતી એવી નવરાત્રિનો મંગલ પ્રારંભ થઈ ચૂક્યો છે. પહેલા નોરતે માતાજીના સ્થાપન બાદ ઢેરઢેર માં દૂર્ગાની આરાધના કરવામાં આવી હતી. ખૈલૈયાઓ પણ ગરબાના રંગે રગાયા હતાં. ઢોલના તાલે અને દાંડિયાના સથવારે તેમણે નવરાત્રિના આગમનને વધાવ્યું હતું. પ્રસ્તુત છે ઈંદૌર શહેરમાં આયોજિત એક નવરાત્રિ મહોત્સવની સક્ષિપ્ત ઝલક.