15 કે 16 ઓગસ્ટ ક્યારે ઉજવાશે કૃષ્ણ જન્માષ્ટમી 2025 ? જાણો શુભ મુહુર્ત અને પૂજા વિધિ
બુધવાર, 13 ઑગસ્ટ 2025 (11:49 IST)
ભાદ્રપદ મહિનો શરૂ થઈ ગયો છે, આ મહિનામાં કૃષ્ણ જન્મોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ધાર્મિક માન્યતા છે કે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ દ્વાપર યુગમાં ભાદ્રપદ મહિનાની અષ્ટમી તિથિ અને રોહિણી નક્ષત્રના દિવસે થયો હતો. આ જ કારણ છે કે દર વર્ષે કૃષ્ણ જન્માષ્ટમી ભાદ્રપદ મહિનાની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ અને રોહિણી નક્ષત્રના દિવસે ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. દર વર્ષે આ પવિત્ર દિવસે ભગવાન કૃષ્ણના બાળ સ્વરૂપની પૂજા વિધિઓ સાથે કરવામાં આવે છે.
જન્માષ્ટમી ક્યારે ઉજવવામાં આવશે?
જો વિદ્વાનોનું માનીએ તો 2025 માં ભગવાન શ્રી કૃષ્ણનો 5252મો જન્મોત્સવ ઉજવવામાં આવશે. જો આપણે દ વિકક પંચાંગનું માનીએ તો, ભાદ્રપદ મહિનાની કૃષ્ણ પક્ષ અષ્ટમી તિથિ 15 ઓગસ્ટે રાત્રે 11.49 વાગ્યે શરૂ થશે અને 16 ઓગસ્ટે રાત્રે 09.24 વાગ્યા સુધી રહેશે. સાથે જ રોહિણી નક્ષત્ર 17 ઓગસ્ટે સવારે ૦4.38 વાગ્યે શરૂ થશે. આવી સ્થિતિમાં, લોકો આ વર્ષે જન્માષ્ટમીની તારીખ અંગે મૂંઝવણમાં છે કે તે 15 ઓગસ્ટે ઉજવાશે કે 16 ઓગસ્ટે.
વિદ્વાનોનું માનવું છે કે જો અષ્ટમી તિથિ અને રોહિણી નક્ષત્ર એક સાથે ન હોય ત્યારે આવી પરિસ્થિતિ ઊભી થાય, તો ઉદયતિથિને ઓળખીને જન્માષ્ટમી ઉજવી શકાય છે. આવી સ્થિતિમાં, ઉદય તિથિ અનુસાર, 16 ઓગસ્ટ 2025 ના રોજ દેશભરમાં જન્માષ્ટમી ઉજવવામાં આવશે.
શુભ મુહુર્ત
રાત્રે પૂજાનો સમય - 16 - 17 ઓગસ્ટના રોજ સવારે 12.04 થી 12.47 વાગ્યા સુધી.
ઉપવાસ તોડવાનો સમય - 17 ઓગસ્ટના રોજ સવારે ૦5.51 વાગ્યા સુધી
મધ્યરાત્રિનો સમય - 16 - 17 ઓગસ્ટના રોજ સવારે 12.25 વાગ્યા સુધી
ચંદ્રદયનો સમય - 1 6 ઓગસ્ટના રોજ રાત્રે 11.32 વાગ્યા સુધી
જન્માષ્ટમી શુભ મુહુર્ત
અષ્ટમી તિથિ શરૂ - 15 ઓગસ્ટ 2025 ના રોજ રાત્રે 11.49 વાગે
જન્માષ્ટમી પર વિવિધ ધાર્મિક કાર્યો માટે શુભ મુહુર્ત આપેલા છે. ઉદયાતિથિ એટલે કે 16 ઓગસ્ટના રોજ સવારથી વ્રત શરૂ થશે. 16 ઓગસ્ટની રાત્રે લડ્ડુ ગોપાલને જળાભિષેક અને પંચામૃત સ્નાન કરાવવામાં આવશે. આ કાર્યો શુભ મુહુર્તમાં કરવા શ્રેષ્ઠ રહેશે.
બ્રહ્મ મુહુર્ત - 16 ઓગસ્ટ 2016 ના રોજ સવારે 4.24 થી 5.07
આ સમયે જન્માષ્ટમીના પવિત્ર સ્નાન અને ઉપવાસનો સંકલ્પ લેવો શુભ રહેશે.
વિજય મુહુર્ત - 16 ઓગસ્ટ બપોરે 2.37 થી 3.30
આ મુહુર્ત ખાસ ધાર્મિક વિધિઓ અને સંકલ્પ સાથે કરવામાં આવેલ દાન માટે શુભ છે
ગોઘુલી મુહુર્ત - 16 ઓગસ્ટ સાંજે 7:00 થી 7:22
આ મુહુર્ત સાંજની પૂજા અને લડ્ડુ ગોપાલની આરતી માટે શુભ રહેશે.
મઘ્યરાત્રિ મુહુર્ત - 16 ઓગસ્ટ રાત્રે 12.04 થી 12.47
આ મુહુર્તમાં લડ્ડુ ગોપાલને જળાભિષેક અને પંચામૃત સ્નાન કરાવવા માટે શુભ અને લાભદાયી રહેશે.
પૂજા વિધિ -
- શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે સ્નાન કર્યા પછી, મંદિર સાફ કરો.
- હવે એક પાટલો કે બાજટ લો અને તેના પર લાલ કપડું પાથરો.
- બાજટ પર એક વાસણમાં ભગવાન કૃષ્ણની મૂર્તિ મૂકો.
- હવે દીવો પ્રગટાવો અને ધૂપ પણ પ્રગટાવો.
- ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરો કે, 'હે ભગવાન કૃષ્ણ! કૃપા કરીને પધારો અને પૂજા ગ્રહણ કરો
- શ્રી કૃષ્ણને પંચામૃતથી સ્નાન કરાવો.
- પછી તેમને ગંગાજળથી સ્નાન કરાવો.
- હવે શ્રી કૃષ્ણને વસ્ત્ર પહેરાવીને શણગારો.
- ભગવાન કૃષ્ણને દીવો બતાવો.
- આ પછી, ધૂપ બતાવો.
- અષ્ટગંધ, ચંદન અથવા કંકુનું તિલક લગાવો અને તિલક પર અક્ષત (ચોખા) પણ લગાવો.
- માખણ, ખાંડ અને અન્ય નૈવેદ્યની વસ્તુઓ અર્પણ કરો અને ખાસ કરીને તુલસીના પાન અર્પણ કરો.
- પીવા માટે ગંગાજળ પણ મુકો.
આ દિવસે જરૂર કરો આ કામ
16 ઓગસ્ટ એટલે કે જન્માષ્ટમીના દિવસે ઉપવાસ રાખો અને મધ્યરાત્રિએ ભગવાન કૃષ્ણનો જન્મદિવસ ઉજવો. રાત્રે ૧૨ વાગ્યે, શ્રી કૃષ્ણને તેમના જન્મ સમયે દૂધથી સ્નાન કરાવો અને પછી ભગવાનને પાણીથી સ્નાન કરાવો. હવે તેમને સ્વચ્છ કપડાથી લૂછીને તેમના માટે લાવેલા ખાસ કપડાં પહેરાવો અને પછી તેમને ફૂલો અને માળા વગેરેથી ભરેલા પારણા પર બેસાડીને ઝૂલાવો. આ પછી, તેમને માખણ, મિશ્રીની મીઠાઈ, પંચામૃત અને તુલસીના પાન ચઢાવો.