ઉત્તર પ્રદેશના ગાજિયાબાદનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમા જોવા મળી રહ્યુ છે કે એક વ્યક્તિ દંડાથી એક મહિલાને માર મારી રહ્યો છે. આ ઘટના 25 જૂનના રોજ ગાજિયાબાદના એક મૉલની બહાર થઈ. મળતી માહિતી મુજબ એ મહિલાથી નારાજ હતો કારણ કે તેને ગર્લ ફ્રેંડ સાથે મહિલાએ લડાઈ કરી હતી. વાયર વીડિયોમાં હર્ષ નામનો વ્યક્તિ મહિલાને લાકડીના લાંબા દંડાથી મારતો જોવા મળી રહ્યો છે પહેલીવારમાં દંડો તૂટી ગયો પણ તે તેને મારતો રહ્યો. કાળી ટી-શર્ટ પહેરેલ વ્યક્તિ તેને ઓછામાં ઓછી 4થી5 વાર મારતો જોઈ શકાય છે.