US Student Visa: વિદેશ જવા માંગતા વિદ્યાર્થીઓ માટે ગુડ ન્યુઝ, અમેરિકાએ ફરી શરૂ કર્યો સ્ટુડેંટ વીઝા, પણ માનવી પડશે આ શરત
US Student Visa: અમેરિકામાં અભ્યાસ કરવાનું સ્વપ્ન જોતા હજારો વિદેશી વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર છે. ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રે વિદ્યાર્થી વિઝા પ્રક્રિયા ફરી શરૂ કરવાની જાહેરાત કરી છે. જોકે, આ વખતે વિદ્યાર્થીઓએ વિઝા મેળવવા માટે એક ખાસ શરત સ્વીકારવી પડશે.
સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ તપાસવામાં આવશે
હવેથી, વિઝા માટે અરજી કરનારા વિદ્યાર્થીઓએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ 'અનલોક' રાખવા પડશે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે કહ્યું છે કે હવે કોન્સ્યુલેટ અધિકારીઓ અરજદારોની સોશિયલ મીડિયા પોસ્ટ્સ અને સંદેશાઓની સમીક્ષા કરશે. જો કોઈ પોસ્ટ અમેરિકા, તેની સરકાર, સંસ્કૃતિ અથવા સંસ્થાઓ વિરુદ્ધ માનવામાં આવે છે, તો વિઝા અરજી રદ કરી શકાય છે.