Crime- 13 વર્ષના ભાઈએ 15 વર્ષની બહેન પર કર્યો રેપ, પ્રેગનેન્ટ થતા ભાંડો ફૂટ્યો

મંગળવાર, 21 મે 2024 (15:22 IST)
Mumbai crime news- મુંબઈમાં શરમનાક ઘટના સામે આવી છે અહીં વાસીમાં એક 13 વર્ષીય છોકરાએ પોન જોયા ઓઅછી તેમની જ 15 વર્ષીય બેનને પ્રેગ્નેંટ કરી નાખ્યો. આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે માતા-પિતા તેમની પુત્રીને વાસી જનરલ હોસ્પિટલમાં લઈ ગયા જેથી તેણીનો ગર્ભપાત થઈ શકે.
 
જોકે, હોસ્પિટલે આ અંગે પહેલા પોલીસને જાણ કરી હતી અને તપાસ બાદ મામલો સામે આવ્યો હતો.
 
પ્રાપ્ત અહેવાલ મુજબ, સગીર છોકરીએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે તેણે અને તેના નાના ભાઈએ સાથે મળીને પોર્ન જોયું હતું. ત્યારબાદ તેઓએ સેક્સ કરવાનો પ્રયાસ કર્યો. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, તપાસમાં જાણવા મળ્યું કે છોકરો અને છોકરીએ ડિસેમ્બર મહિનામાં સેક્સ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ બંને નિષ્ફળ રહ્યાં. જે બાદ જાન્યુઆરીમાં છોકરાએ તેની બહેન પર બળજબરીથી બળાત્કાર ગુજાર્યો હતો. યુવતીનું કહેવું છે કે ઘટના સમયે તેણે તેના ભાઈને મનાઈ કરી હતી. પરંતુ તેણે એક વખત પણ સાંભળ્યું નહીં. યુવતીના પીરિયડ્સ બંધ થતાં પરિવારજનોને સમગ્ર મામલો જણાવવામાં આવ્યો હતો. પરિવાર બાળકીને ગર્ભપાત કરાવવા હોસ્પિટલ લઈ ગયો જ્યાંથી પોલીસને સમાચાર મળ્યા.
 
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર