એક લિવ-ઈન પાર્ટનરની હત્યા અને તેના શરીરના અનેક ટુકડા કરવાનાં બદલ 56 વર્ષીય વ્યક્તિની બુધવારે સાંજે ધરપકડ કરવામાં આવી હતી. મુબઈના લીવ ઈન પાર્ટનરે હત્યા કરવા સાથે ક્રૂરતાની તમામ હદ પાર કરી. આરોપીએ પહેલા યુવટીની હત્યા કરી અને પછી તેના શરીરનાં ટુકડા પ્રેશર કુકરમાં નાખીને ઉકાળ્યા. પોલીસને યુવટીના શરીરના ટુકડા મળ્યા છે. પોલીસ અધિકારીઓએ આ જાણકારી આપી. શકમંદની ઓળખ મનોજ સાહની તરીકે થઈ છે, જે છેલ્લા ત્રણ વર્ષથી મીરા રોડ પર આકાશગંગા એપાર્ટમેન્ટમાં ભાડાના મકાનમાં સરસ્વતી વૈદ્ય સાથે રહેતો હતો.
મુંબઈના ડીસીપી જયંત બજબલેએ જણાવ્યું હતું કે પોલીસને મીરા રોડ પર આકાશગંગા એપાર્ટમેન્ટના એક ઘરમાંથી એક મહિલાનો મૃતદેહ અનેક ટુકડાઓમાં મળી આવ્યો હતો. આ મકાનમાં એક યુગલ છેલ્લા ત્રણ વર્ષથી લિવ-ઈનમાં રહેતું હતું. મહિલાનું ગળું કાપીને હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. વધુ તપાસ ચાલુ છે.