સૂર્યકુમાર યાદવાના ફેન થયા વીવીએસ લક્ષ્મણ, યુવાનો માટે ગણાવ્યા રોલ મોડલ

શનિવાર, 13 માર્ચ 2021 (20:34 IST)
સ્ટાર સ્પોર્ટસના શો ગેમ પ્લાનમાં ખાસ વાતચીત કરતાં ભારતીય ટીમના ભૂતપૂર્વ બેટસમેન વીવીએસ લક્ષ્મણે સૂર્યકુમાર યાદવની સતત પર્ફોર્મન્સ આપવાની દ્રઢતાનો ઉલ્લેખ કરીને કહ્યું કે શા માટે તે ટીમમાં સ્થાન મેળવવા માટે યોગ્ય છે. “તેમણે કહ્યું કે તે ટીમમાં સ્થાન પ્રાપ્ત કરવાની યોગ્યતા ધરાવે છે ખાસ કરીને તે ભારતના યુવાનો માટે તે મહાન રોલ મોડલ છે. કારણ કે યુવાનો જલ્દી ધીરજ ગુમી બેસે છે.  કારણકે ફર્સ્ટ કલાસ ક્રિકેટમાં રન પ્રાપ્ત કરવામાં હકારાત્મક  ભૂમિકા બજાવનાર ભારતીય ટીમમાં સ્થાન પ્રાપ્ત  કરવા ઈચ્છતા હોય છે. પરંતુ આ અઘરૂ કામ છે. 
 
એટલી બધી ગુણવત્તા અને એટલી બધી સ્પર્ધા છે પણ સૂર્યકુમાર શું કરી શકે? તે ફર્સ્ટકલાસ ક્રિકેટમાં પાછા ફરે છે અને જ્યારે પણ તક મળે તે  રન મેળવનાર પોઝિટીવ વ્યક્તિ બની રહે છે. કપરી સ્થિતિમાં પણ રમી શકે છે. અને મેચ જીતાડે છે. અને તમે ખેલાડી પાસે આવી જ અપેક્ષા રાખતા હોવ છો. એક કહેવત છે અને મારા કોચે મને મને ઘણા સમય પહેલાં શિખવ્યુ છે  કે સિલેકટર્સ બારણાં ખોલતા ના હોય તો બારણાં તોડીને અંદર પ્રવેશ કરો. તમે પરફોર્મન્સ આપીને જ આવુ કરી શકો છો. મને ખાત્રી નથી કે તે રમતમાં ઉતરનાર 11 ખેલાડીની ટીમમાં તે હશે કે નહી પણ  તે ખરેખર ભારતની ટી-20 ટીમમાં  સ્થાન મેળવવા યોગ્ય છે.”
 
ભારતીય ટીમના ભૂતપૂર્વ બેટસમેન વીવીએસ લક્ષ્મણે એવુ મંતવ્ય વ્યક્ત કર્યુ હતું કે આગામી ટી-20 રમતોમાં રિષભ પંત મેચ વીનરની ભૂમિકા નિભાવી શકે તેમ છે. “આ સ્થિતિમાં તે ભારતીય ટીમમાં ફિનિશરની ભૂમિકા મજબૂત કરી શકે છે કારણ કે છેલ્લા એક દોઢ વર્ષમાં આપણે જોયુ છે કે આપણે હાર્દિક પંડયા અને જાડેજા ઉપર અતિશય આધાર રાખતા હતા.  તે 7મા નંબરે આવે છે અને  તેના માટે જે ભૂમિકા નક્કી થઈ હોય છે તે નિભાવે છે. 
 
પરંતુ ભારતીય ટીમમાં એવો કોઈ એક બેટસમેન હોય કે જે પહેલા બૉલથી જ ફટકા મારી શકે તો તે હાર્દિક પંડયા છે. રિષભ પંત પાસે જે પ્રકારનુ ફોર્મ અને પાકટતા છે, આ માત્ર ફોર્મની જ વાત નથી પરંતુ જે પાકટતાથી તેણે ટેસ્ટ મેચમાં લડત આપીને બેટીંગ કરી છે તે જોતાં  તે મેચ વીનર બની શકે છે. આપણે તેને દિલ્હી કેપિટલ્સ તરફથી દબાણ હેઠળ રમતાં અને મેચ જીતતાં જોયો છે. 
 
એક ડાબોડી બેટસમેન તરીકે તે એવો વિકલ્પ પૂરો પાડીને રમતો રહે છે કે  હરિફ ટીમનો કેપ્ટન કપરી પરિસ્થિતિ અનુભવી શકે છે. હું માનુ છું કે ટીમમાં તેનો ઉમેરો ઘણુ સારૂ પાસુ ગણાશે. હું માનુ છું કે તેના પરફોર્મન્સને એક અથવા બે ઈનીંગની રમતને આધારે મૂલવવો જોઈએ નહી કારણ કે આપણે વર્લ્ડકપને ધ્યાનમાં રાખવાનો છે, અને તે ઘણુ લાંબુ રમી શકશે. એક વખત તે ભરોસાનો અનુભવ કરશે તો તે એકલા હાથે પણ મેચ જીતી શકે તેમ છે.”

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર