અચાનક જ T20 મેચને લઇને લેવાયો મોટો નિર્ણય, 50 ટકા બેઠકો સુધી દર્શકોને જ અપાશે પ્રવેશ

શુક્રવાર, 12 માર્ચ 2021 (16:49 IST)
એક તરફ ગુજરાત સહિત દેશભરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. મહારાષ્ટ્રમાં અનેક શહેરોમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે કોરોનાની મહામારી વચ્ચે અમદાવાદ ખાટે ટી 20 મેચનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી T20 મેચમાં 50 ટકા દર્શકોને જ પ્રવેશ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે GCA ના વાઇસ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણીએ સત્તાવાર રીતે કરી જાહેરાત કરી હતી. જીસીએ દ્રારા કહેવામાં આવ્યું છે કે કોરોના ગાઈડલાઈનનું પાલન કરાશે અને તમામ બેઠક સેનેટાઇઝ કરાશે. 
 
અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 1 લાખથી વધુ દર્શકો મેચ જોઈ શકશે તેવા સમાચાર આવ્યા બાદ અચાનક 50 ટકા બેઠકો પર જ દર્શકોને પ્રવેશ અપાશે તેવી સ્પષ્ટતા કરાઈ છે. પ્રધાનમંત્રીના એરપોર્ટ પર રોકાણ બાદ અચાનક આ જાહેરાત કરવામાં આવતા અનેક તર્કવિતર્ક ચાલી રહ્યા છે. 
ગુજરાત ક્રિકેટ એસોસિએશનના જણાવ્યા અનુસાર નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે રમાનારી ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ આંતરરાષ્ટ્રીય T20 મેચ દરમિયાન 100 ટકા દર્શકો નહીં પરંતુ કુલ ક્ષમતાના 50 ટકા દર્શકો જ બેસાડવામાં આવશે. કોરોનાની હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. GCA ના વાઈસ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણીએ કહ્યું કે કોવિડની હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અહીં રમાનારી તમામ ટી20 આંતરરાષ્ટ્રીય મેચો માટે દર્શકોની ક્ષમતા 50 ટકા રાખવામાં આવશે. ઓનલાઈન અને ઓફલાઈન ટિકિટ પ્લેટફોર્મ દ્વારા 50 ટકા ટિકિટ જ ઈશ્યું કરવામાં આવશે. 
 
અમદાવાદમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટી-20 મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે. આ વર્ષના યોજાનારા ટી-20 વર્લ્ડ કપથી પહેલા ભારત માટે આ સિરીઝ ઘણી મહત્વપૂર્ણ છે. ઇંગ્લેન્ડ ટી-20 રેંકિંગમાં પહેલા અને ભારત બીજા સ્થાન પર છે. કે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર