નરેન્દ્ર મોદી સ્ટેડિયમ માં T20 મેચ માટે 100 ટકા સીટીંગ વ્યવસ્થા કરાશે.

બુધવાર, 10 માર્ચ 2021 (13:17 IST)
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ માં T20 મેચ માટે 100 ટકા સીટીંગ વ્યવસ્થા કરાશે. સ્ટેડિયમ ની કેપિસિટી પ્રમાણે દર્શકો મેચ જોઈ શકશે.અગાઉ 60,000 લોકો આવી શકે તે માટે ની મંજૂરી મળી હતી,GCA દ્વારા લોકોના ઉત્સાહ ને ધ્યાનમાં રાખી ને હવે  સ્ટેડિયમ માં 132000  ની સીટીંગ  વ્યવસ્થા કરશે.
 
વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ માં 5 T20 મેચની સિરીઝ યોજાવાની છે જેને લઈને લોકો આતુરતા થી રાહ જોઈ રહ્યા છે ત્યારે અગાઉ   સ્ટેડિયમ ની ક્ષમતા ના50 % દર્શકો માટે ની મંજૂરી આપવામાં આવી હતી .પરંતુ આ સ્ટેડિયમ માં વધુ માં વધુ લોકો મેચ જોઈ શકે તે માટે GCA એ  મહત્વ નો નિર્ણય લીધો છે. GCA એ 100 ટકા દર્શકો  એટલે 1,32,000 લોકો માટે ની પરવાનગી આપવામાં આવી છે .જેને લઈને હવે લોકો સરળતા થી મેચની ટિકિટ ખરીદી શકશે.સાથે અત્યારે સુધી પહેલી 2 T 20 મેચ ની 49000 ટિકિટ વેચાઈ ચુકી છે.જોકે હજી પણ લોકો ટિકિટ બુકીંગ કરી રહ્યા છે જોકે આ માહિતી GCA ના વિશ્વનીય સૂત્રો તરફથી મળી રહી છે પરંતુ આની સત્તાવાર માહિતી GCA દ્વારા જાહેર કરવામાં આવશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર