આજથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શરૂ થશે T-20, પ્રથમ મેચ માટે 70 હજાર ટિકિટ વેચાઈ

શુક્રવાર, 12 માર્ચ 2021 (14:21 IST)
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શુક્રવારથી પાંચ મેચની ટી-20 સિરીઝની પહેલી મેચ શરૂ થઇ રહી છે. ટેસ્ટ સિરીઝ 3-1થી જીત્યા બાદ ભારતીય ટીમ જોરદાર ફોર્મમાં છે. એક બાજુ, કોરોનાનો કહેર છે ને બીજી બાજુ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમની મેચ માટે 70 હજાર ટિકિટ અત્યાર સુધીમાં વેચાઈ ચૂકી છે.
 
ગુરૂવારે રાજ્યમાં કોરોનાના 710 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના દર્દીઓનો આંકડો 2,75,907 સુધી પહોંચી ગયો છે. કોરોના કારણે આજે રાજ્યમાં એકપણ મોત નિપજ્યું નથી. રાજ્યમાં કુલ મોતની સંખ્યા 4418 પહોંચી ગઇ છે. તો બીજી તરફ સમગ્ર વિસ્તારમાં સૌથી વધુ 201 કેસ સુરતમાં અને 153 કેસ અમદાવાદમાં મળી આવ્યા છે. 
 
તો વડોદરા જિલ્લામાં 95, રાજકોટ 77 કેસ સામે આવ્યા છે. આ સિવાય આણંદમાં 18, ખેડામાં 14, સાબરકાંઠામાં 14, કચ્છમાં 13, ભરૂચ 12, ભાવનગર 13, નવસારીમાં નવ અને ગાંધીનગરમાં 16 કેસ સામે આવ્યા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર