IPL AUCTION 2019: - આ 10 ખેલાડીઓ સૌથી વધુ કિમંતમાં વેચાયા.. તેમાથી 2 ગુજરાતના

બુધવાર, 19 ડિસેમ્બર 2018 (10:53 IST)
આઈપીએલના 12માં સંસ્કરણ માટે  18 ડિસેમ્બરના રોજ જયપુરમાં ખેલાડીઓની હરાજીનો મંચ સજાયો. જેમા કુલ 346 ખેલાડીઓ સામેલ થયા અને તેમાથી 70 માટે બોલી લાગી.  ફ્રેન્ચાઇઝી દ્વારા ખરીદવામાં સૌથી મોંઘા ખેલાડીમાં ગુજરાતી ક્રિકેટરોને પણ સ્થાન મળ્યું છે.
- આઈલીએલના 12માં સંસ્કરણ માટે 18 ડિસેમ્બરના જયપુરમાં ખેલાડીઓની હરાજીનો મંચ સજાયો   જેમા કુલ 346 ખેલાડી સામેલ થયા અને તેમામાં 70 માટે બોલી લાગી.  આઈપીએલ 2019 માટે હરાજીમાં ઝડપી બોલર જયદેવ ઉનાદકટ અને મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તી માટે સૌથી મોટી બોલી લાગી. જયદેવ ઉનડકટને રાજસ્થાન રોયલ્સે 8.40 કરોડ રૂપિયાની જંગી રકમમાં ખરીદ્યો છે. ભારતીય ટીમના ગુજરાતી ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટ ગઇ સિઝનમાં સૌથી વધુ કિંમતે ખરીદાયો હતો. પરંતુ તે ક્ષમતા મુજબનો દેખાવ કરી શક્યો નહોતો. 1.5 કરોડની બેઝ પ્રાઇઝ ધરવતા ઉનડકટને ગત સિઝનમાં રાજસ્થાન રૉયલ્સે 11.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. . જ્યારે કે વરુણ ચક્રવર્તીને આટલી જ કિમંતમાં કિગ્સ ઈલેવન પંજાબે ખરીદ્યો.  ઉનાદકટ માટે કિંગ્સ ઈલેવન પંજાબ ચેન્નઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સમાં હોડ લાગી હતી. 
 
-  વરુણ ચક્રવર્તીની બેસ પ્રાઈઝ 20 લાખની હતી.. મળ્યા 8.4 કરોડ 
 
બીજી બાજુ આઈપીએલની હરાજીમાં સામેલ થનારા અનકૈપ્ડ પ્લેયર વરુણ ચક્રવર્તી માટે કિંગ્સ ઈલેવન પંજાબ ચેન્નઈ સુપર કિંગ્સ અને દિલ્હી કૈપિટલ્સમાં હોડ લાગી હતી.  અને બાજી અંતમાં કિંગ્સ ઈલેવન પંજાબે મારી. વરુણ તમિલનાડુ માટે રણજી ટ્રોફી રમે છે. તેમણે લિસ્ટ 2 માં ફક્ત 9 મેચ રમી છે અને તેમના નામે 22 વિકેટ નોંધાયેલી છે. આ બંને ઉપરાંત જે બે ખેલાડીઓ ઉપરાંત  ત્રીજા મોંઘા ખેલાડી ઈગ્લેંડના સૈમ કરણ રહ્યા જેમણે કિંગ્સ ઈલેવન પંજાબે 6.40 કરોડ રૂપિયામાં ખરીદ્યા. 
- મુંબઈના ઓલરાઉંડરને એક ઓવરમાં 5 છક્કા લગાવવાની કિમંત  
 
મોહિત શર્મા (ચેન્નઈ સુપર કિંગ્સ) 5 કરોડ (આધાર મૂલ્ય 50 લાખ રૂપિયા) 
શિવમ દુબે (રોયલ ચેલેંજર્સ) 5 કરોડ (આધાર મૂલ્ય 20 લાખ રૂપિયા) 
અક્ષર પટેલ )દિલ્હી કૈપિટલ્સ 5 કરોડ રૂપ્યા (આધાર મૂલ્ય 1 કરોડ રૂપિયા) અક્ષર પટેલઃ આઈપીએલ ઓક્શનમાં ગુજરાતી ખેલાડીને પણ જેકપોટ લાગ્યો છે. આણંદના રહેવાસી અને ટીમ ઈન્ડિયાના ખેલાડી અક્ષર પટેલને દિલ્હી કેપિટલે 5 કરોડ રૂપિયામાં કરારબદ્ધ કર્યો છે. ઓલરાઉન્ડર ક્ષમતા ધરાવતો હોવાના કારણે દિલ્હીની ટીમે તેને આટલી ઊંચી કિંમતે ખરીદ્યો છે. અક્ષર પટેલ આઈપીએલની વિવિધ ફ્રેન્ચાઈઝી તરફથી રમી ચુક્યો છે. અક્ષર મુંબઈ ઈન્ડિન્સ, કિંગ્સ ઈલેવન પંજાબમાં પોતાનો જલવો દેખાડી ચુક્યો છે, હવે તે નવી સીઝનમાં નવી ટીમ તરફથી પોતાની કૌશલ્ય બતાવશે 
અને કાર્લોસ બ્રૈથવેટ (કલકત્તા નાઈટ રાઈડર્સ) 5 કરોડ (આધાર મૂલ્ય 75 લાખ રૂપિયા) 
 
-  પંજાબના 17 વર્ષીય પ્રભસિમરન સિંહની કિઁમંતે સૌને ચોકાવ્યા 
 
મોહમ્મદ શમી (કિંગ્સ ઈલેવન પંજાબ) 4.80  કરોડ (આધાર મૂલ્ય એક કરોડ રૂપિયા)  અને પ્રભસિમરન સિંહ (કિંગ્સ ઈલેવન પંજાબ) 4.80 કરોડ (આધાર મૂલ્ય 20  લાખ રૂપિયા) 
 
- આઈપીએલ હરાજી 2019મમાં કેરિબિયન ક્રિકેટર્સની બલ્લે બલ્લે 
 
શિમ્કરોન હેટમાયર (રોયલ ચેલેંજર્સ બેગલુરુ) 4.20 કરોડ (આધાર મૂલ્ય 50  લાખ રૂપિયા) અને નિકોલસ પૂરન (કિંગ્સ ઈલેવન પંજાબ) 4.20 કરોડ (આધાર મૂલ્ય 75 લાખ રૂપિયા) 
 
- હરાજીમાં બીજા રાઉંડમાં વેચાયા છાતા અક્ષદીપ નાથને મળી સારી કિમંત 
 
 અક્ષદીપ નાથ (રોયલ ચેલેજર્સ બેગલુરુ) 3.60 કરોડ (આધાર મૂલ્ય 20 લાખ રૂપિયા) 
 
- બરિંદર સરનને મુંબઈ ઈંડિયંસે 3.40 કરોડ રૂપિયામાં ખરીદ્યા 
 
બરિંદર સરન (મુંબઈ ઈડયંસ) 3.40 કરોડ (આધાર મૂલ્ય 50 લાખ રૂપિયા) 
 
- વરુણ આરોનને મળ્યો રણજી ટ્રોફીમાં સારા પ્રદર્શનનો ફાયદો 
 
 વરુણ આરોન (રાજસ્થાન રોયલ્સ) 2.40 કરોડ્ રૂપ્યા (આધાર મૂલ્ય 50 લાખ રૂપિયા) 
 
- જૉની બેયરસ્ટો પર સનરાઈઝર્સ હૈદરાબાદે લગાવ્યો દાવ 
 
જૉન બેયરસ્ટો (સનરાઈઝર્સ હૈદરાબાદ) 2.2 કરોડ રૂપિયા (આધાર મૂલ્ય 1.5 કરોડ રૂપિયા) 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર