T20 વર્લ્ડકપમાં આ તારીખે થશે ભારત-પાકિસ્તાન વચ્ચે જોરદાર ટક્કર

બુધવાર, 4 ઑગસ્ટ 2021 (15:36 IST)
ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) એ ટી 20 વર્લ્ડ કપની તારીખોનુ એલાન કર્યુ છે, અને સાથે જ કયા ગ્રુપમાં કંઈ ટીમ હશે, તેની પણ જાહેરાત કરઈ ચુકી છે. ટી20 વર્લ્ડ કપનો આખુ શેડ્યુલ હજુ સુધી તમારી સામે આવ્યુ નથી, પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે  લીગ રાઉન્ડની મેચ રમાશે, એ  ત્યારે જ નક્કી થઈ ગયુ હતુ,  જ્યારે આઈસીસીએ ટી 20 વર્લ્ડ કપ માટે ગ્રુપની જાહેરાત કરી હતી.  ભારત અને પાકિસ્તાન ગ્રુપ-2 માં સાથે છે અને સુપર-12 માં બંને વચ્ચે મુકાબલ થશે.  ભારત અને પાકિસ્તાનના ક્રિકેટ ચાહકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે એ મેચની તારીખ જાહેર થઈ ગઈ છે. એએનઆઈ મુજબ , ટી 20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ 24 ઓક્ટોબરે રમાશે.
 
આ મામલા સાથે જોડાયેલ એક સૂત્રએ એએનઆઈને આની ચોખવટ કરતા કહ્યુ, હા આ મેચ 24 ઓક્ટોબરના રોજ રમાશે. ગયા મહિને જ આઈસીસીએ મેંસ ટી20 વર્લ્ડ કપ 2021 માટે ગ્રુપની જાહેરાત કરી હતી. ટી 20 વર્લ્ડ કપ 17 ઓક્ટોબરથી 14 નવેમ્બરના વચ્ચે યૂનાઈટેડ અરબ અમીરાત (યુએઈ)અને ઓમાનમાં રમાશે.  ભારત અને પાકિસ્તાનને સુપર-12 ના ગ્રુપ -2 માં મુકવામાં આવ્યા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર